Politics/ રાહુલ ગાંધીએ IT રેડ પર મોદી સરકાર પર કર્યો કટાક્ષ, લખ્યું- ‘ખિસયાની બિલ્લી…’

રાહુલ ગાંધી એ સરકારને ખેડુતોને સમર્થન આપનારા અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ પર આઈટીના દરોડા અંગે કટાક્ષ કર્યો છે. 

Top Stories India

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર ખેડુતોના પ્રદર્શન અને મોંઘવારીના મુદ્દાને લઈને કટાક્ષ કરી રહ્યા છે. આજે તેમણે સરકારને ખેડુતોને સમર્થન આપનારા અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ પર આઈટીના દરોડા અંગે કટાક્ષ કર્યો છે. આપને જણાવી દઈએ કે સવારથી જ #ModiRaidsProFarmers  ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. આના પર રાહુલ ગાંધીએ હિન્દી મુહાવરો દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો : તાજમહેલમાં બોમ્બ ? અફવા કે હકીકત, જાણો એક ક્લિક પર

રાહુલ ગાંધીએ ત્રણ મુહાવરોનો ઉલ્લેખ કર્યો છે. પ્રથમ ઉંગલીઓ પર નાચના- કેન્દ્ર સરકાર આઇટી ડિપાર્ટમેન્ટ-ઇડી-સીબીઆઈ સાથે આ કરે છે. બીજામાં તેમણે લખ્યું છે – ભીગી બિલ્લી બનના – કેન્દ્ર સરકારની સામે મિત્ર મીડિયા અને ત્રીજામાં – ખિસિયાની બિલ્લી ખંબા નોચે – જેમ કે કેન્દ્ર સરકાર ખેડૂતોના સમર્થકો પર દરોડા પાડે છે.

આ પણ વાંચો : PM મોદીની વિદેશ યાત્રાઓ ટૂંક સમયમાં થશે શરૂ, જાણો પહેલા ક્યાં જશે

આપને જણાવી દઈએ કે, આવકવેરાની ટીમે મુંબઈ અને પુણેમાં નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુના સ્થળો પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કરચોરીના મામલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરોડા આવકવેરાની કલમ 132 હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા.મુંબઈ અને પુણેમાં 20 થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. પૂણેની એક હોટલમાં અનુરાગ કશ્યપ અને તાપસીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર – આ દરોડા અને પૂછપરછ દરમિયાન આ હસ્તીઓ કેટલી કમાણી કરે છે અને કોના દ્વારા તેમને વ્યવસાય મળે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ દરોડા બાદ કેટલાક લોકોએ મોદી સરકાર પર સવાલ પણ ઉઠાવ્યા હતા કે સરકાર ખેડૂતોને સપોર્ટ કરનારને જાણીજોઈને પરેશાન કરી રહી છે અને સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરે છે. આ પછી, #ModiRaidsProFarmers  ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું, જેમાં સરકાર પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : યુપીનાં પ્રયાગરાજમાં મુખ્તાર અન્સારી ગેંગનાં બે શૂટર એન્કાઉન્ટમાં ઠાર