Not Set/ સ્માર્ટ સીટી રાયપુરની વધુ એક સ્માર્ટ પહેલ, ‘સ્માર્ટ કાર્ડ’ ઇસ્યુ કરનારું પહેલું શહેર બન્યું

છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુર દેશનાં સ્માર્ટ સિટીના લીસ્ટમાં ફરી પોતાનાં નવતર પ્રયોગ સાથે ઉપર આવી ગઈ છે. સ્માર્ટ સિટીએ ઇનોવેશન કર્યું છે અને એક એવું કાર્ડ ઇસ્યુ કર્યું છે જેનાથી લોકોનાં ડઝનથી વધારે પેમેન્ટનાં કામ આસાન થઇ જશે. આ શહેરમાં એવાં ઘણાં કામો થયા છે જેને માત્ર દેશનાં બીજા શહેરોએ જ નહી પરંતુ ખુદ પીએમ […]

Top Stories India

છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુર દેશનાં સ્માર્ટ સિટીના લીસ્ટમાં ફરી પોતાનાં નવતર પ્રયોગ સાથે ઉપર આવી ગઈ છે. સ્માર્ટ સિટીએ ઇનોવેશન કર્યું છે અને એક એવું કાર્ડ ઇસ્યુ કર્યું છે જેનાથી લોકોનાં ડઝનથી વધારે પેમેન્ટનાં કામ આસાન થઇ જશે. આ શહેરમાં એવાં ઘણાં કામો થયા છે જેને માત્ર દેશનાં બીજા શહેરોએ જ નહી પરંતુ ખુદ પીએમ મોદીએ પણ વખાણ્યા હોય.

Raipur becomes first smart city to issue smart card to its citizens

રાયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં ‘વન રાયપુર સ્માર્ટ કાર્ડ’ યોજના મારફતે કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા. શહેરના નાગરિકોને સ્માર્ટ કાર્ડ આપવા માટે એક્સીસ બેંકના સહયોગથી આ યોજનાને 4 મહિનામાં રાયપુર સ્માર્ટ સીટી લીમીટેડે પૂરું કરીને બતાવ્યું.

આ કાર્ડ મારફતે રાયપુરના લોકોને લેણદેણ માટે એક માધ્યમ મળી ગયું છે. આ કાર્ડનો ઉપયોગ સૌ કોઈ કરી શકે છે. આ કાર્ડ મારફતે શહેરની પાર્કિંગ ફી, પાર્કિંગ માટે સ્પેસ બુકિંગ, બસ પેમેન્ટ. રીટેલ પેમેન્ટ, બસ ટીકીટ, નગર ટેક્સ જમા કરાવા જેવા વિવિધ કામ આસાનીથી થઇ શકે છે. સ્માર્ટ કાર્ડ વાપરવાથી સમયની બચત પણ થાય છે.

Raipur becomes first smart city to issue smart card to its citizens

આ યોજનાનાં ઉદઘાટન કાર્યક્રમમાં નગર પ્રશાસન મંત્રી અમર અગ્રવાલે દેશમાં સૌ પ્રથમ શરુ થયેલી આ વ્યવસ્થાને સ્માર્ટ શહેર માટે પ્રગતિશીલ કદમ બતાવ્યું. એમણે સ્માર્ટ સીટી લીમીટેડના પ્રયત્નોને વખાણતા રજત બંસલ અને એમની પૂરી ટીમનો આભાર પણ માન્યો હતો.

આ અગાઉ અહી એવાં ઘણાં કામો થયા છે જેને કારણે રાયપુર ચર્ચાઓમાં આવ્યું છે. જનતાની ભાગીદારીથી રાયપુરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કામો થયા છે. ગરીબો માટે ‘નેકી કી દીવાર’ બનાવામાં આવી છે. આનંદ સમાજ વાચનાલયનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે લોકોને સંવેદનશીલ બનાવા માટે પબ્લિક બાઈક શેરીંગ અને શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા શરુ કરવામાં આવી. નદીનાં પ્રદુષણને બચાવવા માટીનાં ગણેશ જેવાં અભિયાન ચલાવામાં આવ્યા હતા.