Gujarat News/ 10-10 વર્ષથી વોન્ટેડ હથિયારોના સોદાગરને રાજકોટ પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી લીધો

ગુજરાત એટીએસના ચોપડે ૧૦ જેટલા ગુનાઓમાં હથિયાર સપ્લાય કરવાના ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ હતો

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2025 01 25T210037.960 10-10 વર્ષથી વોન્ટેડ હથિયારોના સોદાગરને રાજકોટ પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી લીધો

Gujarat News : હવે વાત હથિયારના એક એવા સોદાગરની કે જે છેલ્લા 10-10 વર્ષથી વોન્ટેડ હતો. ગુજરાતના અલગ અલગ ખુણાઓમાં હથિયારો સપ્લાય કરીને તે ફરાર થઇ જતો હતો. જો કે રાજકોટ પોલીસે મધ્યપ્રદેશથી હથિયારના આ સોદાગરની ધરપકડ કરી છે. કોણ છે આ શખ્સ અને અત્યાર સુધીમાં કેટલા હથિયારોની કરી હતી સપ્લાઈ?પોલીસના સકંજામાં રહેલા આ શખ્સને જુઓ આ છે હથિયારોનો સોદાગર આ શખ્સનું નામ પ્રીતમસિંગ નીમસિંગ ભાટીયા છે.

૨૦૧૫માં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક ગુનો નોંધાયો હતો જેમાં આ શખ્સનું હથિયારના સપ્લાયર તરીકે નામ સામે આવ્યું હતું. જો કે છેલ્લા ૧૦ વર્ષથી આ શખ્સ પોલીસ પકડથી દૂર હતો. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ શખ્સ મધ્યપ્રદેશના બડવાણી જિલ્લામાં હાલમાં છે જેના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી અને આ શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.

રાજકોટ શહેર ઉપરાંત આ શખ્સ ગુજરાત એટીએસના ચોપડે ૧૦ જેટલા ગુનાઓમાં હથિયાર સપ્લાય કરવાના ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ હતો. પોલીસના કહેવા પ્રમાણે રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર, માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર,જુનાગઢ શહેરના સી ડિવીઝન, એ ડિવીઝન, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન અને વંથલી પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ આર્મ એક્ટ અંતર્ગત હથિયારો સપ્લાઇ કરવાનો ગુનો નોંધાયેલો છે.

છેલ્લા ઘણાં વર્ષોથી આ શખ્સ મધ્યપ્રદેશ જ રહેતો હતો. આ શખ્સ મધ્યપ્રદેશથી અહીં હથિયારો લઇને આવતો હતો અને હથિયારનું વેચાણ કરીને ફરી તે મધ્યપ્રદેશ ફરાર થઇ જતો હતો. જે હથિયારો આ શખ્સે સપ્લાય કર્યા છે તેનો ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસે આ શખ્સને પકડી પાડ્યો છે. આ શખ્સે અત્યાર સુધીમાં કેટલા હથિયારોની સપ્લાઇ કરી છે. આ શખ્સ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. આટલા વર્ષોથી ફરાર હતો ત્યારે તેને કોઇ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે કે કેમ સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરખેજ નજીક ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો

આ પણ વાંચો:અમદાવાદમાં બિગ ડેડી હુક્કાબારમાં PCBના દરોડા

આ પણ વાંચો:સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો