Bollywood/ રાખી સાવંતને મળી હત્યાની ધમકી,કેટલું છે વાતમાં સત્ય આવો જાણીએ 

રાખી સાવંત દરેક બાબતમાં હોબાળો કરવામાં માહેર છે. અને દરરોજ તેના નવા નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, પરંતુ આ વખતે તેણે તેના પૂર્વ પતિ આદિલ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

Entertainment

રાખી સાવંત પોતાના ડ્રામાને લઈને અવાર નવાર ટ્રોલ થતી જોવા મળે છે ત્યારે ફરી એક વાર તેને તેના પુર્વ પતિ આદિલ પર ગંભીર આરોપો  લગાવ્યા છે. ક્વીન રાખી સાવંતે આ વર્ષની શરૂઆતમાં તેના ફેન્સ સાથે તેના લગ્નના સમાચાર શેર કર્યા હતા. પરંતુ થોડાજ સમયમાં રાખીએ તેના પતિ પર ઘણા ગંભીર આરોપ પણ  લગાવ્યા છે. જેને કારણે હાલ તે ચર્ચામાં જોવા મળી રહી છે.તેને આદિલ પર આરોપ લગાવતા કહ્યું કે તે મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યો છે.

રાખી સાવંત દરેક બાબતમાં હોબાળો કરવામાં માહેર છે. અને દરરોજ તેના નવા નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, પરંતુ આ વખતે તેણે તેના પૂર્વ પતિ આદિલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. રાખી સાવંતે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે તેના પૂર્વ પતિ આદિલ પર આરોપ લગાવ્યો છે કે તે હાલ જેલમાં છે અને જેલની અંદરથી તેને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યો છે.

તેના આ ષડયંત્રથી બચવા માટે રાખી સાવંત એક વીડિયોમાં કુરાનની એક આયતનો પાઠ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં રાખી કહી રહી છે કે જેને અલ્લાહ બચાવે છે તેને તમે મારી શકતા નથી. મારો અલ્લાહ મને બચાવશે.

વીડિયોના અંતમાં રાખી કહે છે કે તમે મને પ્રોપર્ટી માટે મારવા માંગો છો કે બદલો લેવા માટે. જોકે રાખી સાવંતનો આ આરોપ કેટલો સાચો છે અને કેટલો ખોટો છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. રાખી સાવંતે થોડા મહિના પહેલા વિશ્નોઈ ગેંગ પર ધમકીભર્યા ઈમેલ મોકલવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો:પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની આવતીકાલે સગાઈ, પ્રિયંકાની માતાએ આપી આ પ્રતિક્રિયા, કહી મોટી વાત

આ પણ વાંચો:હોસ્પિટલમાં દાખલ થયો સિંગર પેપોન, બેડ પરથી શેર કરી ઈમોશનલ નોટ

આ પણ વાંચો:વિદેશમાં ધમાલ મચાવવા તૈયાર ‘ધ કેરળ સ્ટોરી’, અમેરિકા-કેનેડામાં રિલીઝ, ડિરેક્ટરે કહ્યું- આ ફિલ્મ એક મિશન છે

આ પણ વાંચો:આગ કે કાવતરું! જે સ્ટુડિયોમાં તુનિષા શર્માનો મળ્યો હતો મૃતદેહ,તેબળીને થયો રાખ

આ પણ વાંચો:અબ્દુ રોજિક વિરુદ્ધ નોંધાઈ FIR, રેસ્ટોરન્ટમાં પિસ્તોલ લોડ કરતા મળ્યો હતો જોવા