યુએસ ઓપન 2023ની ફાઇનલમાં પ્રવેશેલા રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેને શુક્રવારે કોર્ટ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, જોરદાર લડત બાદ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલ મેચમાં તેમનો સામનો રાજીવ રામ અને જો સેલિસ્બરીની જોડી સામે થયો હતો. રાજીવ રામ અને જો સેલિસ્બરીએ સતત ત્રીજી વખત યુએસ ઓપનની ફાઇનલમાં જીત મેળવીને ખિતાબ જીત્યો છે.
3-PEAT! 🏆🏆🏆
Rajeev Ram and Joe Salisbury have secured their 3rd consecutive US Open Championship! pic.twitter.com/sZ88RgAQgp
— US Open Tennis (@usopen) September 8, 2023
ન્યૂયોર્કના આર્થે એશે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં બોપન્ના અને એબ્ડેને પહેલા સેટથી જ શરૂઆત કરી હતી. તેણે પહેલો સેટ 6-2થી જીત્યો હતો. જોકે તે બીજા સેટમાં પાછળ પડી ગયો હતો. બોપન્ના અને એડબેને બીજો સેટ 3-6થી ગુમાવ્યો હતો. આ પછી ત્રીજા સેટમાં બંને જોડી વચ્ચે જોરદાર લડત જોવા મળી હતી. રાજીવ રામ-જો સેલિસ્બરીએ રોહન બોપન્ના-મેથ્યુ એબ્ડેન સામે લડાયક રમત રમીને તેમને હરાવી દીધા હતા
