Not Set/ રામકથાકાર પુ. મોરારીબાપુ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને ૫૦ લાખની સહાયની જાહેરાત

આ પરિસ્થિતિમાં લોકોને સહાય કરવા માટે શ્રી હનુમાનજીની પ્રસાદી રૂપે સુપ્રસિદ્ધ રામ કથાકાર પુજય મોરારિબાપુએ રૂ. ૫૦ લાખની સહાય જાહેર કરી છે. લોકોને થયેલા નુકશાનની વિગતો મેળવી જરૂરીયાતમંદ લોકોને અનાજ, ઘરવખરી અને અન્ય સ્વરૂપે આ સહાય પહોંચાડવામાં આવશે.

Top Stories Gujarat Others Trending

ગઈકાલે સાંજે ગુજરાતના તટીય વિસ્તારોમાં તાઉ તે વાવાઝોડાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ઘર વખરીની નુકશાનીથી માંડીને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોને સહાય કરવા માટે શ્રી હનુમાનજીની પ્રસાદી રૂપે સુપ્રસિદ્ધ રામ કથાકાર પુજય મોરારિબાપુએ રૂ. ૫૦ લાખની સહાય જાહેર કરી છે. લોકોને થયેલા નુકશાનની વિગતો મેળવી જરૂરીયાતમંદ લોકોને અનાજ, ઘરવખરી અને અન્ય સ્વરૂપે આ સહાય પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે કોરોના કાળમાં પણ મોરારી બાપુ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. તોસાથે રામ મંદિર માટે બાપુએ ઉદાર દિલથી ફાળો આપ્યો હતો.