Telangana News : તેલંગાણાના સાયબરાબાદમાં એક હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. પોલીસે જનવાડા ફાર્મહાઉસ પર દરોડો પાડી 35 લોકોની અટકાયત કરી હતી. આ પાર્ટી પૂર્વ મંત્રી કેટી રામારાવ (KTR)ના સંબંધી રાજ પકલાના ફાર્મહાઉસ પર યોજાઈ રહી હતી.મળતી માહિતી મુજબ, નરસિંઘી પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ટીમ (SOT) અને એક્સાઇઝ અધિકારીઓએ મળીને આ દરોડા પાડ્યા હતા. પોલીસને ફાર્મહાઉસમાં રેવ પાર્ટીની માહિતી મળી હતી, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન અધિકારીઓએ 21 પુરુષો અને 14 મહિલાઓ સહિત 35 લોકોની અટકાયત કરી હતી. તેમજ લાયસન્સ ન હોય તેવી 10.5 લીટર વિદેશી દારૂની સાત બોટલ અને ભારતીય દારૂની દસ બોટલો પણ મળી આવી હતી. આ રાજ્યના આબકારી કાયદાનું ઉલ્લંઘન છે.પાર્ટીમાં હાજર લોકોનું ડ્રગ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં વિજય મદુરી નામની એક વ્યક્તિ કોકેઈન માટે પોઝિટિવ મળી આવી હતી. તેને વધુ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને તેની સામે NDPS એક્ટની કલમ 27 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ફાર્મહાઉસના માલિક રાજ પકલા સામે લાઇસન્સ વિના દારૂ પીરસવા બદલ એક્સાઇઝ એક્ટની કલમ 34(A), 34(1) અને કલમ 9 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ ફાર્મહાઉસમાં ગેરકાયદેસર દારૂ સપ્લાય અને ડ્રગ્સના ઉપયોગ અંગે સઘન તપાસ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:હવે એક સાથે 85 વિમાનોને ધમકી મળી છે, જેમાં 20 એર ઈન્ડિયા અને 25 અકાસા ફ્લાઈટ્સનો સમાવેશ
આ પણ વાંચો:એક બોમ્બની ખોટી ધમકી એરલાઈન્સને કઈ રીતે પડે છે મોંઘી? અધધધ…આટલા રૂપિયાનું સહન કરવું પડે છે નુકસાન
આ પણ વાંચો:8 દિવસમાં 120થી વધુ ફ્લાઈટને મળી ધમકી, ઈન્ડિગો-વિસ્તારા, AIની 30 ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકી