Not Set/ RBI લાવશે, ૧૦૦ની નવી નોટ

રીઝર્વ બેન્કના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ૧૦૦ રૂપિયાની નવી ડિઝાઈનવાળી નોટ આવતા વર્ષે ચલણમાં મૂકાયા બાદ જૂની નોટ પણ ચલણમાં જ રહેશે. એને ધીમે ધીમે ચલણમાંથી હટાવી લેવામાં આવશે.૧૦૦ની નવી નોટને સર્ક્યૂલેશનમાં મૂકાયા બાદ કેશ ફ્લોને કોઈ માઠી અસર નહીં પડે એવો તેમનો દાવો છે. ગયા વર્ષની ૧૬ ડિસેંબરે રીઝર્વ બેન્કે જાહેરાત કરી હતી […]

Top Stories India

રીઝર્વ બેન્કના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ૧૦૦ રૂપિયાની નવી ડિઝાઈનવાળી નોટ આવતા વર્ષે ચલણમાં મૂકાયા બાદ જૂની નોટ પણ ચલણમાં જ રહેશે. એને ધીમે ધીમે ચલણમાંથી હટાવી લેવામાં આવશે.૧૦૦ની નવી નોટને સર્ક્યૂલેશનમાં મૂકાયા બાદ કેશ ફ્લોને કોઈ માઠી અસર નહીં પડે એવો તેમનો દાવો છે.

ગયા વર્ષની ૧૬ ડિસેંબરે રીઝર્વ બેન્કે જાહેરાત કરી હતી કે તે દેશની તમામ ચલણી નોટોની ડિઝાઈનમાં ફેરફાર કરશે.ત્યારથી એણે ૫૦૦ અને ૫૦ની નોટોની ડિઝાઈનમાં ફેરફાર કર્યો છે અને ૨૦૦ તથા ૨૦૦૦ના નવા મૂલ્યવાળી નોટ બહાર પાડી છે.

ચલણી નોટોની સંઘરાખોરી, ભ્રષ્ટાચાર રોકવા અને કરચોરોની પહેચાન કરવા માટે દેશો કરન્સી નોટોની ડિઝાઈન બદલે છે.૧૦૦ની નવી નોટની સાઈઝમાં કોઈ ફેરફાર નહીં કરે. તેથી એટીએમ મશીનો યૂઝર્સને શરૂઆતથી નવી ડિઝાઈનવાળી ૧૦૦ની નોટ્સ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકશે.