Not Set/ અસલી અને નકલી કિન્નર આવ્યા આમને-સામને, જાણો પૂરી વિગત

ભારતમાં કોઇ પણ શુભ પ્રસંગે ખાસ કરીને બાળકનો જન્મ થયો હોય કે લગ્નમહોત્સવ હોય ત્યારે કિન્નરો આશીર્વાદ આપવા જરૂર આવે છે.

India

ભારતમાં કોઇ પણ શુભ પ્રસંગે ખાસ કરીને બાળકનો જન્મ થયો હોય કે લગ્નમહોત્સવ હોય ત્યારે કિન્નરો આશીર્વાદ આપવા જરૂર આવે છે. ઘણીવાર એવુ પણ બનતુ હોય છે કે જ્યારે કિન્નર કોઇ આવા શુભ પ્રસંગે આવે છે ત્યારે તેમની સાથે અમુક લોકો દ્વારા અપમાન કરવામાં આવે છે. પરંતુ બુધવારે ઇસ્લામપુર રોડ પર એક ઘટના પૂરી રીતે અલગ જોવા મળી હતી જે બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

રાજકારણ / જિતિન પ્રસાદનો ભગવો ધારણ કરવા પર કોંગ્રેસ – ભાજપના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ, કપિલ સિબ્બલે કહ્યું, શું મળશે પ્રસાદ ??

એક યુવાનને ઓટો પર બાંધીને બેઠો, કિન્નરોએ ગાવાનું શરૂ કર્યું, બંધક કરાયેલો યુવક સતત રડી રહ્યો હતો, લોકો આ વિશે કશુ જ સમજી શક્યા નહીં કે આ મામલો શું છે, જોત જોતામાં ભીડ એકઠી થઈ ગઈ. આરજેડી નેતા વસીમ અહમદ મુન્ના પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પૂછપરછ દરમ્યાન ખબર પડી કે કિન્નરો દ્વારા બંધક બનાવી રાખેલા યુવકે આ કિન્નોરોની આજીવિકા પર સંકટ પેદા કરી દીધુ છે. સ્થળ પર ઉપસ્થિત સ્થાનિક લોકોએ કિન્નરોને યુવકને છોડી દેવાની વિનંતી કરી, પરંતુ તેઓએ કોઈની પણ વાત ન માની અને અશ્લીલ કૃત્ય કરવાનું શરૂ કર્યું.

માનવતા મરી પરવારી: સુરેન્દ્રનગરનાં જૈનાબાદ ગામે અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ, 2 ગાયોનાં મોત

આ યુવકની ઓળખ ઝંઝારપુરનાં પરવેઝ તરીકે થઈ હતી, તે મુઝફ્ફરપુરનાં ઇસ્લામપુરમાં પોતાના 5-6 સાથીઓ સાથે રહે છે અને કોઈનાં મકાનમાં બાળકનાં જન્મની માહિતી મળતા બધા ત્યાં એક કિન્નરનાં રૂપમાં પહોંચી જાય છે અને પૈસા સમેટીને ત્યાથી ચાલ્યા જાય છે. વળી આ વાતની જાણકારી મળતા કિન્નરોએ બેલામાં હુમલો કર્યો હતો, બાકી બધા ભાગી છૂટવામાં સફળ થયા હતા, પરંતુ પરવેઝ પકડાઇ ગયો હતો, તેને ઓળખવા માટે, કિન્નરો તેને તેના યજમાન પાસે ઇસ્લામપુર લઈ ગયા. આ દરમ્યાન ત્યાના સ્થાનિક લોકોનો સામનો થયો હતો. જોકે પરવેઝે તેની સામેનો આક્ષેપ સ્વીકાર્યો હતો અને છોડવાની વિનંતી કરી હતી, પરંતુ કિન્નરો સંમત થયા નહોતા. સૂત્રોથી મળી રહેલી માહિતી અનુસાર,. આ દરમ્યાન કિન્નરોએ તેને ખૂબ માર માર્યો હતો.