બાળકો વિવિધ શાકભાજીથી દૂર ભાગે છે ત્યારે તેમને શું ખવડાવવું એ મોટો પ્રશ્ન હોય છે. તો તમે આવા સમયે ફટાફટ બની જતી આલમંડ કૂકીઝનો વિકલ્પ અપનાવી શકો છો.
સામગ્રીઃ
| 200 ગ્રામ | મેંદો (2 કપ જેટલો) |
| 1.1/2 ટી.સ્પૂન | બેકિંગ પાઉડર |
| 150 ગ્રામ | બદામ |
| 200 ગ્રામ | દળેલી ખાંડ |
| 2 ટે.સ્પૂન | દૂધ |
રીત :
| મેંદો અને બેકિંગ પાઉડર મિક્સ કરી લો. ત્યાર બાદ 20-25 બદામ સાઇડમાં રાખીને બાકીની બધી જ બદામ ક્રશ કરી લેવી. | |
| બાકી બચેલી બદામને અડધો કલાક માટે હૂંફાળા પાણીમાં રાખી મૂકો. અડધો કલાક બાદ પાણીમાંથી બદામ કાઢીને તેના બે ટુકડા કરી લેવા. | |
| એક મોટી પેનમાં માખણ કાઢો અને તેને ધીમી આંચે ઓગાળી લો. પછી તેમાં દળેલી ખાંડ નાંખીને બરાબર ફીણી લેવું. | |
| માખણ તથા ખાંડના મિશ્રણને બરાબર ફેંટ્યા બાદ તેમાં મેંદો ઉમેરો. મેંદો ઉમેર્યા બાદ મિશ્રણને એકરસ કરી નાંખો. ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી બદામ અને દૂધ નાંખીને બધું જ બરાબર મિક્સ કરીને લોટ બાંધી લેવો. | |
| હવે બિસ્કિટની ટ્રે પર ઘી લગાવી લેવું. બિસ્કિટના મિશ્રણના લોટમાંથી થોડું થોડું મિશ્રણ લઇને હાથેથી થેપીને ગોળ કરી લેવું. | |
| ગોળ કર્યા બાદ કૂકીઝની વચ્ચે અડધી કાપેલી બદામનું એક ફાડિયું સહેજ દબાવીને મૂકી દેવું. આ રીતે ધીમે ધીમે બધા જ કૂકીઝ તૈયાર કરી લેવા. | |
| ત્યાર બાદ ઓવનને 180 ડિગ્રી સેલ્શિયસ પર ગરમ કરવું અને કૂકીઝવાળી ટ્રેને ઓવનમાં મૂકીને 15 મિનિટ સુધી બેક થવા દેવી. | |
| 15 મિનિટ બાદ આલ્મંડ કૂકીઝને ઓવનમાંથી કાઢી લેવી. જ્યારે ટ્રે ઠંડી થાય ત્યારે કૂકીઝ સાચવીને ઉખાડી લેવી. | |
| ત્યાર બાદ કૂકીઝને એરટાઇટ ડબામાં ભરી લેવી. | |
| ચા કે દૂધ સાથે અથવા તો સ્કૂલના નાસ્તામાં બાળકોને ઘરની બનેલી પૌષ્ટિક કૂકીઝ આપી શકાય છે. |
નોંધ : બદામની સાથે તમને ગમતાં અન્ય સૂકામેવાનો ભૂકો પણ આમાં મિક્સ કરી શકો છો.
