Not Set/ રેસીપી/ દિવાળીએ તમારા ઘરે બનાવનો મૈસૂર પાક

સામગ્રી 1 કપ બેસન 2 કપ ઘી 2 કપ ખાંડ 1 કપ પાણી બનાવવાની રીત બેસનને ચાળીને બાજુમાં મૂકી રાખો. પાણીમાં ખાંડ નાખીને ગરમ કરી લો. જ્યારે એક તારની ચાસણી બની જાય પછી તેમા એક કપ જેટલું ઘી નાખો. હવે તાપ ધીમો કરીને ધીરે ધીરે ચાસણીમાં બેસન મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ […]

Uncategorized

સામગ્રી

1 કપ બેસન

2 કપ ઘી

2 કપ ખાંડ

1 કપ પાણી

બનાવવાની રીત

બેસનને ચાળીને બાજુમાં મૂકી રાખો. પાણીમાં ખાંડ નાખીને ગરમ કરી લો. જ્યારે એક તારની ચાસણી બની જાય પછી તેમા એક કપ જેટલું ઘી નાખો. હવે તાપ ધીમો કરીને ધીરે ધીરે ચાસણીમાં બેસન મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડી જાય.

જ્યારે બેસન થોડુ ફૂલવા લાગે અને તેનો રંગ બદલાય ત્યારે તેમા બચેલુ ઘી નાખીને મિક્સ કરો. ઘી થોડુ થોડુ કરીને નાખતા જવું. બધુ ઘી મિક્સ થઈ જાય કે બેસન સતત હલાવો.

જ્યારે બેસનમાં જાળી જાળી દેખાવવા લાગે તો ત્યારે સમજી લેવું કે મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી બેસનનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડામાં કાપી લો.

જ્યારે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો. આ મૈસૂર પાક 15-20 દિવસ સુધી સારો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.