સામગ્રી
250 ગ્રામ બટાકા
1 ડુંગળી
100 ગ્રામ અખરોટ
2 કપ દૂધ
1 ટેબલસ્પૂન કોન્ફલોર
1 ટેબલસ્પૂન માખણ
3 કપ સ્ટોક
1 કપ ક્રીમ
1 ચમચી પાસલે
સ્વાદ અનુસાર મીઠું
મરી અને જાયફળ પાઉડર
બનાવવાની રીત
સૌ પહેલાં તમે બટાકા અને ડુંગળીને સાફ કરીને તેના નાના નાના ટુકડા કરી લો અને સેલરીની ડાળીને પણ સાફ કરી લો. હવે એક વાસણ લો તેમાં દૂધ અને અખરોટના કટકા નાખી ગેસ ઉપર ઉકાળવા મૂકી દો અને ઉકળી જાય એટલે ગેસ ઉપરથી ઉતારી લો
ત્યારબાદ તેને ઠંડુ થવા મુકો ઠંડું થઇ જાય એટલે તેમાં કોનફ્લોર નાખી તેને ભેળવી લો.
ત્યારબાદ એક વાસણમાં માખણ ગરમ કરો અને તેમાં બટાકા, ડુંગળી અને સલેરી નાખી સાતળો અને સાથે તેમાં બધા શાકભાજી પણ નાખી બરાબર ઉકાળી લો.
ત્યારબાદ તેને ગાળી લો અને તેમાં અખરોટ અને કોનફ્લોર વાળું દૂધ ઉમેરી દો.
ત્યારબાદ બે-ત્રણ ઉભરા આવે એટલે તેમાં મીઠું, મરી, જાયફળનો પાઉડર, ક્રીમ અને પાસલે ઉમેરી દો. તૈયાર છે બટેકા-અખરોટ સુપ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
