Not Set/ આ ઉત્તરાયણ પર તમારા ઘરે બનાવો આ સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચીકી

સામગ્રી 1 કપ ખાંડ 1/4 કપ કાજુ નો અધકચરો ભૂકો 1/4 કપ અખરોટ નો અધકચરો ભૂકો 1/4 કપ બદામ નો અધકચરો ભૂકો 1/4 કપ પીસ્તા નો અધકચરો ભૂકો 1/4 ટી.સ્પૂન કેસર ના રેસા બનવાની રીત સૌથી પહેલા કાજુ,બદામ,અખરોટ અને પીસ્તાને ઘી અથવા તો બટરમાં સારી રીતે શેકી લો અને પછી તેનો અધકચરો ભૂકો કરી સાઈડ […]

Navratri 2022

સામગ્રી

1 કપ ખાંડ

1/4 કપ કાજુ નો અધકચરો ભૂકો

1/4 કપ અખરોટ નો અધકચરો ભૂકો

1/4 કપ બદામ નો અધકચરો ભૂકો

1/4 કપ પીસ્તા નો અધકચરો ભૂકો

1/4 ટી.સ્પૂન કેસર ના રેસા

બનવાની રીત

સૌથી પહેલા કાજુ,બદામ,અખરોટ અને પીસ્તાને ઘી અથવા તો બટરમાં સારી રીતે શેકી લો અને પછી તેનો અધકચરો ભૂકો કરી સાઈડ પર મૂકી રાખો.રાખવો.

હવે એક નોન સ્ટીક કઢાઈ માં ખાંડ લઇ ગરમ કરી તેની ચાસણી બનાવવી. પાયો થઇ જાય એટલે તેમાં કાજુ,બદામ,પીસ્તા,અખરોટ અને કેસર નાખી તરત જ ગેસ બંધ કરી હલાવી લો.

હવે તેને ગ્રીસ કરેલી થાળી કે આડણી પર મૂકી લુવો કરી વેલણથી વણી લો,થોડું ઠંડુ થાય એટલે તવેથા થી ઉખાડી કટરથી કપ કરી લો.