સામગ્રી
1 કપ ખમણેલી તાજી મકાઈ
3/4 કપ ઝીણી સમારેલી કોથમીર
2 ટીસ્પૂન તેલ
મીઠું (સ્વાદાનુસાર)
1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા
2 ટેબલસ્પૂન રવો
1/4 કપ ચણાનો લોટ
16 કેળાના પાન (દરેક 5 વ્યાસના ગોળાકારમાં કાપેલા)
તેલ ,ચોપડવા માટે
બનાવવાની રીત
એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે 2 ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ કેળના પાનની એક બાજુ પર તેલ લગાવીને તેને બાજુ પર રાખો.
હવે એક કેળના પાનની તેલ લગાવેલી બાજુ ઉપરની તરફ રાખી તેની પર 2 ટેબલસ્પૂન જેટલું ખીરૂ સરખી રીતે પાથરી લો અને તેની પર બીજો એક તેલ લગાવેલ કેળનું પાન ઉંધુ મૂકી સારી રીતે હલકા હાથે દબાવી લો.
એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર આ તૈયાર કરેલી પાનકી મૂકીને કેળાના પાન બન્ને બાજુએથી હલકા બ્રાઉન ધાબા થાય અને પાનકી પાનથી છુટી પડે ત્યાં સુધી શેકી લો. રીત ક્રમાંક 3 થી 5 પ્રમાણે બાકીની પાનકી તૈયાર કરી લો અને ગરમા ગરમ લીલી ચટણી સાથે જ પીરસો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
