Gujarat News: રાજ્યના નાગરિકો બહુવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઓનલાઈન ઘરે બેઠા લઇ શકે તે માટે સિંગલ સાઈન ઓન એપ્લિકેશન બનાવામાં આવી છે. નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી આગવી ઓળખ બનાવે છે. જે સરકારી સેવાનો લાભ લેવા આંતર વિભાગો સાથે સુરક્ષિત ડેટા કેપ્ચર- શેયર કરશે.
આ સિસ્ટમ થકી રાજ્યની સરકારી સેવાઓ- યોજનાઓનો લાભ નાગરિકોને આંગળીના ટેરવે મળી રહ્યો છે. સાથે જ આ પેપરલેસ વર્કના માધ્યમથી સમય અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧મી સદી વિજ્ઞાનની સદી કહેવાય છે. આ સદીમાં રોટી, કપડા અને મકાનની સાથોસાથ ઈન્ટરનેટ પણ લોકોની મુખ્ય જરૂરીયાત બન્યું છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરતા આપણે કેટલીવાર ‘આધાર ઓથેન્ટિકેશન’ શબ્દ સાંભળ્યો હશે પણ તમને ખબર છે. આધાર ઓથેન્ટિકેશન શું છે ? આધાર ઓથેન્ટિકેશન એ વ્યક્તિની ઓળખને માન્ય કરવાનું એક પ્રક્રિયાત્મક સાધન છે, જેમાં આધાર નંબર, વ્યક્તિના બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફિક વિગતોનો ઉપયોગ કરીને તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે. આ પ્રક્રિયા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા- UIDAI દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે, જે નાગરિકોની વ્યક્તિગત માહિતીની ખરાઈ કરે છે.
આ પણ વાંચો: નડીયાદમાં વીજ કરંટથી 15 વર્ષીય કિશોરનું મોત
