Delhi News: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ (Rekha Gupta) ખુરશી સંભાળતાની સાથે જ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં રેખા ગુપ્તાએ જે અધિકારીઓ અને કર્મચારીઓને અગાઉની સરકાર દરમિયાન અન્ય જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા હતા તેઓને તેમના મૂળ કેડરમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફની સેવાઓ પણ સમાપ્ત કરી દેવામાં આવી છે. જો કે, એવી જોગવાઈ છે કે મંત્રી પદ છોડતાની સાથે જ તેના અંગત સ્ટાફની સેવાઓ સમાપ્ત થઈ જાય છે અને નવા મંત્રી પોતાના અંગત સ્ટાફની નિમણૂંક કરે છે.
Delhi | The newly formed government terminates all co-terminus appointments made earlier in the offices of former Chief Minster and cabinet minsters.
The order reads, “All the officers, officials and staff from various departments, organizations, corporations, boards,… pic.twitter.com/FGg08taC5R
— ANI (@ANI) February 21, 2025
જે અધિકારીઓ અને કર્મચારીઓની આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન અન્યત્ર પોસ્ટિંગ કરવામાં આવી હતી તેમને તાત્કાલિક તેમના પેરેન્ટ વિભાગમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે. રેખા ગુપ્તાએ ગઈકાલે રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મોડી સાંજે તેમણે યમુનાનું દર્શન કર્યું અને ત્યાં આરતી પણ કરી.
આ પણ વાંચો: રેખા ગુપ્તા બનશે દિલ્હીના નવા CM, પ્રવેશ વર્મા ડે. સીએમ; આવતીકાલે લેશે શપથ
આ પણ વાંચો: સિદ્ધારમૈયાને મોટી રાહત, MUDA જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્તે આપી ક્લીનચીટ
આ પણ વાંચો: કોણ બનશે દિલ્હીના સીએમ? આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં થશે નિર્ણય, જાણો કોનું નામ છે સૌથી આગળ
