અમદાવાદ,
મહાશિવપરાત્રિનું પર્વ હવે નજીક છે ત્યારે સૌ શિવજીના પૂજન –અર્ચન અને ઉપવાસ માટે તૈયારીઓ કરતા હશે. જોકે શિવજીની સાથે સાથે આ દિવસે નવગ્રહનું પૂજન પણ કરવું જોઈએ. તો ચાલો આજે જાણીએ નવગ્રહ પૂજનની રીત અને નવગ્રહ પૂજાના મંત્ર. જેથી તમે શિવરાત્રિના દિવસે પૂરતી તૈયારીઓ સાથે આ પૂજન કરી શકો.
નવગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ,ગુરૂ, શુક્ર,શનિ, રાહુ અને કેતુ
નવગ્રહ પૂજન વિધિઃ
ભગવાન શિવના પૂજન સાથે નવગ્રહ પૂજનનું વિશેષ મહત્વ ગ્રંથો અને પુરાણોમાં પણ આપેલું છે. જેમાં નવગ્રહનું આહ્વાહન કરીને તેમની સ્થાપના કરવામાં આવે છે. અને હાથમાં ચોખા લઇને વિવિધ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે
જેમાં સૌથી પહેલા સૂર્યનું આહ્વાહન કરવામાં આવે છે અને આ મંત્રનો જાપ કરવામાં આવે છે
ॐ आ कृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यं च ।
हिरण्येन सविता रथेना देवो याति भुवए नानि पश्यन् ॥
जपा कुसमसंकाशं काश्यपेयं महाद्युतिम् ।
तमोऽरिं सर्वपापघ्नं सूर्यमावाहयाम्यहम् ॥
ચંદ્રઃ સંપૂર્ણ સફેદ ચોખા અને ફૂલને ડાબા હાથમાં લઇને જમણા હાથથી ચોખા અને ફૂલ ચઢાવતા ચંદ્રનો મંત્ર બોલવો જોઈએ.
ॐ इमं देवा असनप्न(गुं) सुवध्वं महते क्षत्राय
महते ज्येष्ठ्याय महते जानराज्यायेन्द्रस्येंद्रियाय ।
इमममुष्य पुत्रममुष्यै पुत्रमस्यै विश एष वोऽमी
राजा सोमोऽस्माकं ब्राह्मणाना(गुं); राजा ॥
મંગળઃ મંગળ ગ્રહના પૂજન માટે લાલ ફુલ તથા લાલ ચોખા લઇને મંગળના દેવતાનું આહ્વાહન કરવું જોઈએ. મંગળ ગ્રહના પૂજન માટે આ શ્લોક બોલવો.
ॐ अग्निर्मूर्धा दिवः कुकुत्पतिः पृथिव्या अयम्।
अपा(गुं)श्रेता(गुं)सि जिन्वति ॥
धरणीगर्भसम्भूतं विद्युत्तेजस्समप्रभम् ।
कुमारं शक्तिहस्तं च भौममावाहयाम्यहम् ॥
બુધઃ બુધ ગ્રહનું પૂજન લીલા રંગના ચોખા તથા ફૂલથી કરવું જોઈએ.આ મંત્રનો શ્લોક આ પ્રમાણે છે.
ॐ उद्बुध्यस्वाग्ने प्रति जागृहि त्वमिष्टापूर्ते स(गुं)जेथामयं च ।
अस्मिन्त्सधस्थे अध्युत्तरस्मिन् विश्वे देवा जयमानश्च सीदत ॥
प्रियंगकलिकाभासं रूपेणाप्रतिमं बुधम ।
सौम्यं सौम्यगुणोपेतं बुधमावाहयाम्यहम् ॥
ગુરૂઃ બૃહસ્પતિનું આહ્વાહન પીળા રંગથી થાય છે પીળા રંગના ફૂલ તથા ચોખા દ્વારા બૃહસ્પતિનું પૂજન કરવું જોઈએ. બૃહસ્પતિના આહ્વાહન માટે આ મંત્રો બોલવા જોઈએ,.
ॐ बृहस्पते अति यदर्यो अर्हाद् द्युमद्विभाति क्रतुमज्जनेषु।
यद्दीदयच्छवसः ऋतप्रजात् तदस्मासु द्रविणं धेहि चित्रम् ॥
उपयामगृहीतोऽसि बृहस्पतये त्वैष ते योनि बृहस्पतये त्व ।
देवानां च मनीनां च गुरुं काञ्चनसन्निभम् ।
वंदनीयं त्रिलोकानां गुरुमावाहयाम्यंहम् ॥
શુક્રઃ શુક્રના ગ્રહનું આહ્વાહન કરવા માટે સફેદ ફૂલ અને ચોખા શુક્રને અર્પણ કરવું જોઈએ. અને આ મંત્રનો જાપ કરવો જોઈએ
ॐ अन्नात्परिस्रुतो रसं ब्रह्मणा व्यपिबत्क्षत्रं पयः सोमं प्रजापतिः ।
ऋतेन सत्यमिन्द्रियं विपान(गुं) शुक्रमन्धस इंद्रस्येद्रियमिदं पयोऽमृतं मधु ॥
हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुम् ।
सर्वशास्त्रप्रवक्तारं भार्गवमावाहयाम्यमहम् ॥
શનિઃ સૂર્ય પુત્ર શનિનું આહ્વાહન કરવા કાળા રંગના ફૂલ અને કાળા ચોખાથી શનિગ્રહનું પૂજન કરવું.
ॐ शं नो देवीरभिष्टय आपो भवन्तु पीतये।
शंयोरपि स्रवन्तु नः ।
नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम् ।
छायामार्तण्डसम्भूतं शनिमावाहयाम्यहम् ॥
રાહુઃ નવગ્રહમાં કાળા મગરની આકૃતિવાળા રૂપમાં રાહુની પૂજા કરવામાં આવે છે અને રાહુનો આ મંત્ર છે.
ॐ कया नश्चित्र आ भुवदूती सदावधः सखा ।
कया शचिष्ठया वृता ॥
अर्धकायं महावीर्यं चंद्रादित्यविमर्दनम् ।
सिंहिकागर्भसम्भूतं राहुमावाहयाम्यहम् ॥
કેતુઃ કેતુનું આહ્વાહન કરવા ધૂધળા અક્ષત અને ફૂલનો ઉપયોગ કરવો.
ॐ केतुं कृण्वन्नकेतवे पेशो मर्या अपेशसे ।
समुषद्धिरजायथाः ॥
पलाशधूम्रसगांश तारकाग्रहमस्तकम् ।
रौद्रं रौद्रात्मकं घोरं केतु मावाहयाम्यहम् ॥
આ રીતે શ્રદ્ધાપૂરર્ક શિવમંદિરમાં અથવા તો ઘરમાં નવગ્રહનું આસ્થાપૂર્વક સ્મરણ અને પૂજન કરવું.
