BHARAT BANDH/ RJD નાં કાર્યકર્તાઓએ ભારત બંધનાં સમર્થનમાં જાહેરમાં સળગાવ્યા ટાયર

આજે દેશનાં અન્નદાતા ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યુ છે. જેને લઇને દેશની મોટા ભાગની પાર્ટીઓએ આ આંદોલનને સમર્થન આપ્યુ છે. બિહારની વાત કરીએ તો અહી પણ ભારત બંધને સમર્થન આપતા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નાં કાર્યકરો જોવા મળ્યા હતા. ભારત બંધને સમર્થન આપતા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નાં કાર્યકરોએ કેન્દ્ર સરકારનાં વિરોધમાં દરભંગાનાં ગંજ ચોક […]

Top Stories India

આજે દેશનાં અન્નદાતા ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યુ છે. જેને લઇને દેશની મોટા ભાગની પાર્ટીઓએ આ આંદોલનને સમર્થન આપ્યુ છે. બિહારની વાત કરીએ તો અહી પણ ભારત બંધને સમર્થન આપતા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નાં કાર્યકરો જોવા મળ્યા હતા.

ભારત બંધને સમર્થન આપતા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નાં કાર્યકરોએ કેન્દ્ર સરકારનાં વિરોધમાં દરભંગાનાં ગંજ ચોક ખાતે ટાયર સળગાવ્યા હતા અને ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધને સમર્થન આપ્યું હતું.

આપને જણાવી દઇએે કે, દેશમાં આ બંધની કેટલી અસર જોવા મળી રહી છે તે તો થોડા સમયમાં સામે આવશે પરંતુ આ ભારત બંધને લઇને વિપક્ષી પાર્ટીઓ આખરે સાથે આવી અને સરકાર પર પ્રહારો કરી રહી છે. આ વચ્ચે કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી 9 ડિસેમ્બરનાં રોજ પોતાનો જન્મદિવસ ઉજવશે નહીં. સોનિયા ગાંધી વતી સત્તાવાર માહિતી આપતા તેમણે કહ્યું છે કે, ખેડૂત આંદોલનનાં સમર્થન અને દેશમાં ફેલાયેલા કોરોના રોગચાળાનાં કારણે તેઓ પોતાનો 9 ડિસેમ્બરનાં રોજ જન્મદિવસ મનાવશે નહી.

ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો