Banaskantha News: બનાસકાંઠા પાલનપુર સ્લેબ ડ્રેનના કામ માટે રાજ્ય સરકારે રૂ. 38 કરોડ ફાળવ્યા છે. સ્થાનિક ધારાસભ્યની રજૂઆતના પગલે સરકારે કરોડો રૂપિયાના કામ માટે મંજૂરી આપી છે. સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકરે પાલનપુરના વિવિધ માર્ગોની સમસ્યાને લઈને રાજ્ય સરકારે વારંવાર રજૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ચોમાસામાં વિવિધ ગામોને જોડતા માર્ગો પર પાણી ભરાય છે. વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થાય છે. આના પગલે રાજ્ય સરકારે જ્યાં પાણી ભરાય છે તેવા સ્થળોની ઓળખ કરી હતી. પછીતેના પર સ્લેબ ડ્રેનનો બાંધકામ કરવાનો નિર્ણય લીધો હતો.
તેમા માલણ-કુંપર-ધાણધા રોડ પર સ્લેબ ડ્રેન માટે રૂ. 14.5 કરોડની ફાળવણી કરી છે. જ્યારે બાલારામ રાજપુરીયા ડબલ ફાટક માર્ગ પર 15.2 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. વેડંચા-સલેમપુરા રોડના કોઝવે માટે 8.9 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ માર્ગો પર પાણી ભરાતા હોવાના કારણે સમસ્યા સર્જાય છે.
રાજ્ય સરકારે નાણાકીય ફાળવણી કરી દીધી હોવાથી આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રયાનો પ્રારંભ થશે અને આ કામ ચોમાસુ પૂરુ થયા પછી શરૂ થઈ જશે અને ટેન્ડર મેળવનારી એજન્સીને નિશ્ચિત સમયમર્યાદાની અંદર જ કામ પૂરો કરવાનો આગ્રહ રખાશે. તેમા પણ આગામી ચોમાસા પહેલા આ કામ પૂરુ થઈ જાય તેમ માનવામાં આવે છે. આ સ્લેબ ડ્રેન બન્યા પછી પાલનપુરના લોકોને ગ્રામીણ વિસ્તારોને જોડતા રસ્તા પર પાણી ભરાવવાની સમસ્યાથી છૂટકારો મળશે તેમ મનાય છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક બિલ્ડર સોસાયટીનું મેન્ટેનન્સ લઈ ફરાર
આ પણ વાંચો: બનાસકાંઠામાં ઈકબાલગઢ બાદ વધુ એક બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો
આ પણ વાંચો: બનાસકાંઠા જીલ્લામાં ફરી મેધરાજાની જમાવાટ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

