આઈપીએલ-2021 માં 21 એપ્રિલે બીજી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં ચેન્નાઈની ટીમે કેકેઆરને 18 રને હરાવ્યું છે. આ સાથે, સીએસકેએ વિજયની હેટ્રિક પૂરી કરી લીધી છે.

કોરોના સંક્રમિત / એમ.એસ. ધોનીના માતા-પિતા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં કરાયા દાખલ
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇએ નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. ઓપનર રિતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસીસે પ્રથમ વિકેટ માટે 12.2 ઓવરમાં 115 રન બનાવ્યા હતા. ગાયકવાડ 10 બાઉન્ડ્રીની મદદથી 42 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, ડુપ્લેસીસે બીજી વિકેટ માટે મોઇન અલી સાથે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. મોઇન અલીએ ટીમનાં ખાતામાં 25 રનનું યોગદાન આપ્યું હતું.

આ પછી કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બેટિંગ કરવા આવ્યો હતો અને 8 બોલમાં 17 રનની નાની ઇનિંગ્સ રમીને ટીમને 200 પાર લઈ ગયો હતો. બીજી તરફ ડુપ્લેસીસે 60 બોલમાં 95 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તે આઈપીએલ કારકિર્દીની પ્રથમ સદીથી માત્ર 5 રન દૂર રહ્યો હતો. તેણે આ દરમ્યાન 4 સિક્સર અને 9 ચોક્કા ફટકાર્યા હતા. વિરોધી ટીમ તરફથી વરૂણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી.
An absolute thriller here at The Wankhede as @ChennaiIPL clinch the game by 18 runs.
Scorecard – https://t.co/jhuUwnRXgL #VIVOIPL #KKRvCSK pic.twitter.com/vf9MfM4phz
— IndianPremierLeague (@IPL) April 21, 2021
IPL 2021 / જ્યા સુધી મુંબઈ પાસે બ્રહ્માસ્ત્ર છે, ત્યા સુધી તે ટીમ અજય છે : વિરેન્દ્ર સેહવાગ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેકેઆરની શરૂઆત કોઇ ખાસ રહી નહોતી. દીપક ચહરે શુભમન ગિલ (0), નીતીશ રાણા (9), ઇઓન મોર્ગન (7) અને સુનિલ નારાયણ (4) નાં રૂપમાં શરૂઆતની ચાર વિકેટ લઇને ચેન્નાઈની સ્થિતિને મજબૂત બનાવી હતી. કેકેઆરએ તેની 5 વિકેટ માત્ર 31 રનમાં ગુમાવી દીધી હતી. અહીંથી, આન્દ્રે રસેલે દિનેશ કાર્તિકની સાથે છઠ્ઠી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરીને ટીમની આશાઓને જીવંત રાખી હતી. રસેલે 22 બોલમાં 6 છક્કા અને 3 ચોક્કાની મદદથી 54 રન બનાવ્યા હતા.

તેણે આ સિઝનની બીજી ઝડપી અડધીસદી (21 બોલ) પણ બનાવી હતી. 16 મી ઓવરમાં, પેટ કમિન્સે સેમ કરનની બોલ પર 2,6,6,6,4 અને 6 રન બનાવ્યા. તેણે આ ઓવરમાં કુલ 30 રન બનાવ્યા. જ્યાંથી એવુ લાગ્યું કે કેકેઆર મેચને પલટાવી દેશે, પરંતુ ચેન્નાઈએ આ ટીમને 19.1 ઓવરમાં 202 રન પર આઉટ કરી દીધી છે. કમિન્સે 34 બોલમાં 6 છક્કા અને 4 ચોક્કાની મદદથી અણનમ 66 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી દીપક ચહરે 4 વિકેટ લીધી જ્યારે લુંગી નાગિડીએ 3 વિકેટ લીધી હતી.

