Madhyapradesh News : રશિયાની એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોતાના પતિ વિશે ચિંતા વ્યક્ત કરતા આ મહિલાએ વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફરિયાદ કરી છે. રશિયાની રહેવાસી મહિલાએ NRI ગૌરવ અહલાવત સાથે લગ્ન કર્યા છે. ગૌરવ અહલાવત ઈન્દોર પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી રહ્યો હતો પરંતુ કોઈ સુનાવણી થઈ નહીં, ત્યારબાદ રશિયામાં રહેતી ગૌરવની પત્ની કાજિયાએ એક વીડિયો શેર કર્યો, જેણે ઈન્દોરમાં હલચલ મચાવી દીધી.ખરેખર, ગૌરવ અહલાવતનો કન્ફેક્શનરી બિઝનેસમેન સંજય જયસ્વાણી સાથે વિવાદ શરૂ થયો હતો. ગૌરવ ફરિયાદ નોંધાવવા માંગતો હતો પરંતુ પોલીસ આનાકાની કરતી હતી. દરમિયાન કાઝિયાએ આરોપ લગાવ્યો કે તેના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને તેને કોઈ મદદ મળી રહી નથી. કાજિયાનો વિડીયો વાયરલ થતા જ ખળભળાટ મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, દિલ્હીમાં પીએમ મોદી દ્વારા આયોજિત રોકાણ કાર્યક્રમથી પ્રભાવિત ગૌરવ અહલાવતે ઈન્દોરમાં સંજય જયસ્વાણી નામના વ્યક્તિ સાથે બિઝનેસમાં રોકાણ કર્યું હતું. સંજય જયસ્વાણી પર ગૌરવ સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે અને તેને ત્રણ દિવસ સુધી બંધક પણ રાખ્યો હતો. પોલીસની મદદ ન મળતાં પત્ની કાજિયાએ આ અંગે એક વીડિયો બનાવીને શેર કર્યો હતો. કાજિયાએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે જયસ્વાણીએ તેને કરોડોની છેતરપિંડીમાં ફસાવી અને ત્રણ દિવસ સુધી બંધક બનાવીને રાખ્યો. આ સાથે તેને જાનથી મારી નાખવાની અને તેના 200 ટુકડા કરી નાખવાની ધમકી પણ આપી હતી. વિડીયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો.
રશિયન એમ્બેસી વતી, જીલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દોરને એક મેઈલ પણ મોકલવામાં આવ્યો હતો જેમાં જવાબ માંગવામાં આવ્યો હતો કે એફઆઈઆર કેમ નોંધવામાં આવી રહી નથી.
રશિયન એમ્બેસી તરફથી મેલ મળ્યા બાદ ઈન્દોર પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટે મામલાની તપાસ કરવાનું કહ્યું છે. જો કે, મધ્યપ્રદેશના વિરોધ પક્ષોએ મધ્યપ્રદેશ સરકારને ભારતની છબી સાથે જોડીને પ્રહારો કર્યા છે.વિપક્ષના નેતા ઉમંગ સિંઘરે મુખ્યમંત્રી મોહન યાદવને ટેગ કર્યા અને લખ્યું કે આવી ઘટનાઓ મધ્યપ્રદેશમાં રોકાણકારોને નિરાશ કરી શકે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરાબ કરી શકે છે. આ મામલો હવે સ્થાનિક પ્રશાસન અને પોલીસના ધ્યાન હેઠળ છે અને રશિયન એમ્બેસીએ પણ આ મામલે મદદની વિનંતી કરી છે
આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી
આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…
આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો:એપ્રિલ ! ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો