બોગસ તબીબ/ સાબરકાંઠાના પોશીના કોટડામાં બોગસ તબીબે 2 વર્ષના બાળકનો લીધો જીવ

સાબરકાંઠાના પોશીના કોટડા ગઢીમાં એક બોગસ તબીબે બાળકને ઇન્જેકશન આપતા તેનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Top Stories Gujarat
  • સાબરકાંઠા:બોગસ તબીબે બાળકનો જીવ લીધો
  • પોશીના કોટડા ગઢીમાં બાળકનું મોત
  • બોગસ ડૉક્ટરે ઈન્જેકશન આપતા બાળકનું મોત
  • બોગસ ડૉક્ટર આપ્યું હતું બાળકને ઈન્જેકશન
  • ઈન્જેકશન આપતા 2 વર્ષીય બાળકના મોતનો આક્ષેપ
  • ઘટના સ્થળે ટોળા એકઠા થતા ડૉક્ટર થયો ફરાર
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ શરૂ કરી

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં  બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે, તંત્ર અસરકારક સઘન ચેકિંગ કરે તો અનેક આવા બોગસ ડૉકટરો પકડાય એવા છે.આવા બોગસ ડૉકટરના લીઘે એક બાળકના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના પોશીના કોટડા ગઢીમાં એક બોગસ તબીબે બાળકને ઇન્જેકશન આપતા તેનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાળકને ઇન્જકશન પતા મોત થયાના આક્ષેપ કરવામાં આવતા ડૉકટર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બાળકની મોતના સમાચાર વાયુવેગે  સમગ્ર પંથકમાં ફેલાઇ ગયા હતા જેના લીઘે ટોળાના ટોળા કલિનિક પર પહોંચ્યા હતા. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સઘન તપાસ હાથ ધરી છે.