Not Set/ શનિ ગ્રહ 142 દિવસ માટે વક્રી,આ 7 રાશિઓને મળશે અશુભ ફળ

અમદાવાદ, ગ્રહોમાં સૌથી ભારે ગણાતો ગ્રહ શનિ આજે એટલે કે બુધવારથી 142 દિવસો માટે વક્રી થશે. શનિ ગ્રહ ૧૮ એપ્રિલના બુધવારે સવારે ૬.૪૫ વાગ્યાથી ૬ સપ્ટેમ્બરના સાંજે ૫.૨૩ વાગ્યા સુધી ધન રાશિમાં વક્રી રહેશે. શનિ ગ્રહ વક્રી  થવાની સાથે વિવિધ રાશીઓ પર તેની શુભ-અશુભ અસર થશે.જ્યોતિષ શાસ્ત્રીઓના મતે શનિ વક્રી થવાને કારણે  વૃશ્વિક, ધન, મકર, કન્યા, વૃષભ, મેષ અને તુલા જેવી સાત […]

Uncategorized

અમદાવાદ,

ગ્રહોમાં સૌથી ભારે ગણાતો ગ્રહ શનિ આજે એટલે કે બુધવારથી 142 દિવસો માટે વક્રી થશે. શનિ ગ્રહ ૧૮ એપ્રિલના બુધવારે સવારે ૬.૪૫ વાગ્યાથી ૬ સપ્ટેમ્બરના સાંજે ૫.૨૩ વાગ્યા સુધી ધન રાશિમાં વક્રી રહેશે. શનિ ગ્રહ વક્રી  થવાની સાથે વિવિધ રાશીઓ પર તેની શુભ-અશુભ અસર થશે.જ્યોતિષ શાસ્ત્રીઓના મતે શનિ વક્રી થવાને કારણે  વૃશ્વિકધનમકરકન્યાવૃષભમેષ અને તુલા જેવી સાત રાશિઓ માટે અશુભ સંકેતો સર્જાશે.

શનિ વક્રી થવાને કારણે કુંભ, મીન અને કર્ક રાશિ પર સારી અસર પડવાના સંકેતો છે.

પાંચ ગ્રહોમાંથી ફક્ત શનિ મહારાજ જ એવા ગ્રહ છેજે વક્રી અવસ્થામાં અશુભ ફળ આપનારા સાબિત થાય છે. જન્મ કુંડળીમાં ગમે તેવો શુભ શનિ હોયપણ વક્રી અવસ્થામાં નકારાત્મક સ્વભાવ,વ્યવહાર જરૂર જોવા મળે છે. જે સામાન્ય સમસ્યાઓથી લઇ ભારે મુસિબતો પણ લાવી શકે છે.

હાલ વૃશ્વિકધનમકર રાશિને હાલ સાડા સાતીની મોટી પનોતી ચાલી રહી છે. જ્યારે વૃષભકન્યા રાશિને અઢી વર્ષની નાની પનોતી ચાલી રહી છે. જેથી આ પાંચ રાશિજાતકો અને મેષતુલા રાશિવાળાઓને વિશેષ સાવધાની રાખવી પડશે.

આ સમય દરમિયાન ઉદ્યોગપતિઓને વેપારમાં મંદીઆવકમાં કમીખર્ચાઓમાં વૃદ્ધિચિંતાપારિવારિક જીવનમાં કલેશનો સામનો કરવો પડે છે. વળી૨ મેથી મંગળ પણ ઉચ્ચનો થઇ રહ્યો છે. મંગળ ૬ નવેમ્બર સુધી એટલે કે ૧૮૮ દિવસ ઉચ્ચનો રહેશે. તેમાં પણ ૨૭ જૂનથી ૨૭ ઓગસ્ટ સુધી ૬૦ દિવસ વક્રી થશે. તે સમયમાં દેશ-દુનિયામાં યુદ્ધના ભણકારા વાગશે