- શાળા સજ્જતા માટે ૧૨ કરોડની જોગવાઈ
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભવન માટે ચાર કરોડની જોગવાઈ
- નવી શાળાઓ માટે ૧૦ કરોડની જોગવાઈ
- સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમ માટે પાંચ કરોડની જોગવાઈ
- વિજ્ઞાન પ્રયોગશાળા અને ઇ-લાઇબ્રેરી માટે પાંચ કરોડની જોગવાઈ
- પંચાયત હસ્તકની 109 શાળાઓનું પાંચ કરોડના ખર્ચે હસ્તાંતરણ કરવામાં આવશે
અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડનું વર્ષ 2020-21નું બજેટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ સ્કૂલ બોર્ડની બેઠકમાં રજૂ કર્યું હતું. જેમાં હાઇટેક એજ્યુકેશન અને સ્માર્ટ સ્કૂલના નવા લક્ષ્યાંકો મુકવામાં આવ્યા છે. આ વર્ષનું કુલ બજેટ ગત વર્ષ કરતા 21 કરોડના વધારા સાથે રજુ કરવામાં આવ્યું છે.
આ વર્ષે કુલ રૂપિયા 687.58 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં વિદ્યાર્થીઓ અને શાળાના વિકાસ પાછળ 136 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 20 નવી શાળાઓ બનાવવામાં આવશે. સાથે સાથે 10 હાઇટેક શાળાઓ તેમજ 25 સ્માર્ટ શાળાઓ પણ બનાવવામાં આવશે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી 387 શાળાઓમાં 6 માધ્યમમાં કુલ 1.22 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસરત છે.
ગત વર્ષના બજેટમાં વિદ્યાર્થીઓ અને શાળાની પ્રવૃતિઓ પાછળ 8.78 ટકાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે 11 ટકાનો વધારો કરતા 19.78 ટકા ખર્ચ કરવામાં આવશે. આ વર્ષના બજેટમાં 12 કરોડ રૂપિયા શાળાની સજ્જતા, જિલ્લા પંચાયત હસ્તકની નવી 109 શાળાઓનું હસ્તાન્તરણ અને તેમના કર્મચારીઓના પગારભથ્થા તેમજ નવીનીકરણ પાછળ 34 કરોડ સહિત 124 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભવન માટે ચાર કરોડની જોગવાઈ અને સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમ માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
