સેબીએ ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેના પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે. રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટી અને કુંદ્રાની વિવાન ઉદ્યોગને સેબીએ 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે,સૂત્રોના જણાવ્યા અનુસાર સેબીએ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર પ્રિવેન્શન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ નિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમના પર પ્રેફરન્શિયલ ફાળવણી અંગેની માહિતી આપવામાં મોડું થવાનો આરોપ છે. બન્ને દંડ જમા કરવા માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, 2.57 કરોડના શેરની ફાળવણી 2015 માં કરવામાં આવી હતી. તે સમયે 10 લાખ રૂપિયાથી વધુના શેર હતા, તેથી જાહેર કરવું જરૂરી હતું. નિયમો હેઠળ, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને લેવડદેવડના 2 ટ્રેડિંગ દિવસની અંદર ખુલાસો કરવો પડે તેમ હતો પરંતુ મે 2019 માં તેનો ખુલાસો કર્યો હતો.
પાંચ લાખ શેરમાંથી 2.57 લાખ શેર બંનેએ જારી કર્યા હતા. બંનેને કંપનીના 1.28 લાખ – 1.28 લાખ પ્રેફરન્શિયલ શેર જારી કરવામાં આવ્યા હતા. તેને વિઆન ઇન્ડસ્ટ્રીઝમાં 25.76-25.76% હિસ્સો અને કુલ 51.51% હિસ્સો છે,ઉલ્લેખનીય છે કે હાલ રાજ કુદ્રા પોનોગ્રાફીક્સ મામલે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં છે. રાજ કુદ્રા સામે નવા નવા ખુલાસો દરરોજ થઇ રહ્યા છે.
