Not Set/ હૈદરાબાદ/ બે ટ્રેનો સામસામે અથડાતા ગંભીર અકસ્માત, રાહત અને બચાવ કામગીરી ચાલુ

હૈદરાબાદમાં બે ટ્રેનો સામસામે ટકરાઈ બંને ટ્રેનો કાચીગુડા રેલ્વે સ્ટેશન સ્ટેશન નજીક ટકરાઈ હૈદરાબાદમાં આજે એક મોટો અકસ્માત થયો હતો. અહીં કાચિગુડા રેલ્વે સ્ટેશન નજીક બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ છે. જો કે, આ અકસ્માતમાં હજી સુધી કોઈ જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી. આ અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી હાલમાં ત્યાં ચાલી […]

Top Stories India

હૈદરાબાદમાં બે ટ્રેનો સામસામે ટકરાઈ

બંને ટ્રેનો કાચીગુડા રેલ્વે સ્ટેશન સ્ટેશન નજીક ટકરાઈ

હૈદરાબાદમાં આજે એક મોટો અકસ્માત થયો હતો. અહીં કાચિગુડા રેલ્વે સ્ટેશન નજીક બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ છે. જો કે, આ અકસ્માતમાં હજી સુધી કોઈ જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી. આ અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી હાલમાં ત્યાં ચાલી રહી છે.

કાચિગુડા અને મલકપેટ રેલ્વે સ્ટેશનની વચ્ચે આ ઘટના બની જ્યારે એક એમએમટીએસ ટ્રેન, બીજી  પેસેન્જર ટ્રેન સાથે ટકરાઈ. આ અથડામણ એમએમટીએસ લોકલ ટ્રેન અને હેન્ડ્રી એક્સપ્રેસ (ટ્રેન નંબર 17028)  વચ્ચે થયો છે. જે કુર્નૂલ સિટી અને સિકંદરાબાદ જંકશન વચ્ચે દોડે છે.

રેલ્વે અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાપ્ત અહેવાલો અનુસાર, લોકલ ટ્રેનના ડ્રાઈવર હાલમાં એન્જિનમાં અટવાયા છે. ટ્રેનના ડ્રાઇવરો અને મુસાફરોને બહાર કાઢવા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.