Gandhinagar News: ગુજરાતની સૌથી પ્રદૂષિત નદીની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરની ભોગાવો નદી પણ હવે પ્રદૂષિત નદીમાં સામેલ થઈ ગઈ છે. ખાસ કરીને ત્રણ ગામોને સુરેન્દ્રનગરની ભોગાવો નદી જોડી રહી છે. જોરાવરનગર, વઢવાણ અને રતનપર વિસ્તારને આ નદી જોડે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારનું વપરાશ થયેલું ગંદુ પાણી અને ઇન્ડસ્ટ્રીયલ કેમિકલયુક્ત પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ ભોગાવો નદી સતત દૂષિત બનતી જઈ રહી છે.
આ મામલે સરકાર દ્વારા નદી શુદ્ધિકરણ પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ પાલિકા અંતર્ગત ફાળવવામાં આવતી હોય છે. પરંતુ તેનો સદુપયોગ ન થતા આજે ગુજરાત રાજ્યની દશમાં ક્રમાંકની પ્રદૂષિત નદી સુરેન્દ્રનગરની ભોગાવો નદી બની ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં ભોગાવો નદીનું શુદ્ધિકરણ હાથ ધરવામાં આવશે કે કેમ? તેવા પણ સવાલો ઉદભવી રહ્યો છે. ત્યારે નદીકાંઠે વસવાટ કરી રહેલા લોકોને ત્યાં ઘરે-ઘરે માંદગીના ખાટલાઓ છે.
રાજ્યમાં પ્રદૂષિત નદી વિસ્તારોની (Polluted Riverbed) સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, સાબરમતીના રાયસણથી ગૌથાનો વિસ્તાર પ્રદૂષિત છે. વિશ્વામિત્રી ઉપરાંત જેતપુરની અમલખાડી અને ભાદર નદીઓ, દાદર અને ખારી નદીઓ સૌથી વધુ પ્રદૂષિત છે.
સુરેન્દ્રનગરમાં આવેલી ભોગાવો નદી (Bhogavo River) માં બાયોકેમિકલ્સ અને ઓક્સિજનનું પ્રમાણ પણ વધુ છે. પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા ભોગાવોને પાંચમી શ્રેણીમાં મૂકવામાં આવી છે. આમ ભોગાવોને સ્વચ્છ કરવાના ઘણા પગલાં લેવાના હજી બાકી છે. તેની સાથે ભોગાવો નદી ક્યારે પ્રદૂષણમુક્ત થશે તેવો સવાલ પણ સુરેન્દ્રનગર વાસીઓ પૂછી રહ્યા છે.
ગુજરાતની 20માંથી સાત નદીઓ પ્રદૂષણ મુક્ત બની છે, કારણ કે સ્વચ્છતા અભિયાનના પરિણામો ઘરો અને રસ્તાઓથી લઈને નદીઓ અને દરિયા સુધી દેખાઈ રહ્યા છે. પોલિટિકલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના 2018ના રિપોર્ટમાં ગુજરાતની 20 નદીઓને સૌથી વધુ પ્રદૂષિત નદીઓ ગણવામાં આવી હતી. હવે સરકારને સુપરત કરાયેલા રિપોર્ટમાં વન અને પર્યાવરણ વિભાગે દાવો કર્યો છે કે 20માંથી 7 નદીઓ પ્રદૂષણ મુક્ત બની ગઈ છે.
2018ના અહેવાલમાં બાયોકેમિકલ્સના ખતરનાક સ્તરને કારણે 20 નદીના તટપ્રદેશો સૌથી વધુ પ્રદૂષિત તરીકે ઓળખાયા છે. એવો દાવો કરવામાં આવે છે કે 2022માં સૌથી વધુ પ્રદૂષિત નદીના તટપ્રદેશોની સંખ્યા ઘટીને 13 થઈ જશે. રિપોર્ટમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે ગટરનું ગંદુ પાણી નદીઓમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. સમસ્યા એ છે કે આ કચરા માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. રાજ્યમાં 5692 મિલિયન લિટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ક્ષમતા છે, જ્યારે વધુ પ્લાન્ટ્સ નિર્માણાધીન છે.
નદીઓમાં ગંદુ પાણી છોડવાનું બંધ કરવા સહિતના પ્રદુષણ અટકાવવા પગલાં લેવાયા છે. આ માટે ડ્રોન સર્વે સિવાય થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ નિગમ દ્વારા એક કોમન કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવી રહ્યો છે. નદીઓમાં પ્રદૂષણનું સ્તર ઘટ્યું હોવા છતાં સાબરમતી જેવી નદીઓમાં પ્રદૂષણ હજુ પણ ચિંતાજનક છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પ્રદૂષણ બોર્ડ સહિતના વિભાગોની સંયુક્ત સમિતિની રચના કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં કશું નથીઃ દ્વારકામાં સોડાએશના મામલે ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ
આ પણ વાંચો: રાજકોટના છ ગામોને પ્રદૂષણ સામે 25 લાખનું વળતર: સુપ્રીમ કોર્ટ
આ પણ વાંચો: વાપીના સરીગામમાં ભૂગર્ભજળ લાલ થતા ગ્રામવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યો,લાલ પાણી સાથે GPCB ઓફિસ પહોંચ્યા
