શિલ્પા શેટ્ટી અને પરેશ રાવલની ફિલ્મ ‘હંગામા 2’ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે આ ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસની બીજી લહેરના કારણે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે અને થિયેટરો બંધ કરી દેવામાં આવ્યા છે. નજીકના સમયમાં થિયેટરો શરૂ થવાની સંભાવના પણ નથી. આવી સ્થિતિમાં ફિલ્મ થિયેટરને બદલે ઓનલાઈન રિલીઝ થઈ શકે છે.
ચર્ચાઓ છે કે ફિલ્મ ‘હંગામા 2’ કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે ‘હંગામા 2’ આ વર્ષે ઉનાળામાં રિલીઝ થશે.
આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ફિલ્મના નિર્માતાઓને સારી ઓફર્સ આપવામાં આવી છે. તેથી આ ફિલ્મ ઓનલાઈન રિલીઝ કરવામાં આવી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
