છત્તીસગઢ/ છત્તીસગઢના શહીદ જવાનોના પરિવારને શોર્ય રકમ

જવાનોના પરિવારને 2.5 લાખ રૂપિયાની શોર્યરાશી થી સન્નમાનિત કરાશે

India

છત્તીસગઢના બીજાપુરના જંગલમાં નકસલી હુમલામાં 22 જવાનો શહીદ થયાં. આ જવાનોની શહાદત અંગે દેશ ભારે શોકની લાગણીમાં ગરકાવ થઇ ગયું છે ત્યારે સુરતના મારૂતિ વીર ટ્રસ્ટ દ્વારા શહીદ થયેલાં જવાનોના પરિવારને 2.5 લાખ રૂપિયાની શોર્યરાશી સન્નમાનિત કરાશે.

દેશમાં નકસલીઓ હુમલા અવાર-નવાર થતાં જ રહે છે. છત્તીસગઢમાં નકસલી હુમલામાં 22 જવાનો વીરગતિ પામ્યા છે. આ નકસલીઓનો સૌથી મોટો હુમલો હતો જેમાં અનેક જવાનો ઇજાગ્રસ્ત પણ થયાં. સુરતના મારૂતિ વીર ટ્રસ્ટ દ્વારા શહીદ થયેલાં જવાનોને ભાવભીની શ્રદ્ધાજંલિ આપી હતી અને ભારે દુખ વ્યકત કર્યું હતું . શહીદ થયેલાં 22 જવાનોના પ્રત્યેક પરિવારને અઢી લાખની શોર્યરાશી ટ્રસ્ટ દ્ધારા આપવામાં આવશે.

આ ટ્રસ્ટ દ્રારા બે વર્ષ પહેલાં પણ શહીદોને સલામ કાર્યક્રમ અતર્ગત 122 પરિવારોને 2.5 લાખની શોર્યરાશી અર્પણ કરી હતી.