IPL 2022/ શુભમન ગિલે IPL ઈતિહાસનો સૌથી અદભૂત કેચ પકડ્યો,જુઓ વીડિયો…

ગુજરાતે 6 ઓવરમાં લખનૌની 4 વિકેટ ઝડપી હતી. પરંતુ આ દરમિયાન શુભમન ગિલે એવો શાનદાર કેચ પકડ્યો,ક્રિકેટ પ્રેમીઓ દંગ રહી ગયા હતા.

Top Stories Sports

IPL 2022ની ચોથી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો આમને-સામને છે. IPLમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ગુજરાત માટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સારો સાબિત થયો અને ગુજરાતે 6 ઓવરમાં લખનૌની 4 વિકેટ ઝડપી હતી. પરંતુ આ દરમિયાન શુભમન ગિલે એવો શાનદાર કેચ પકડ્યો,ક્રિકેટ પ્રેમીઓ દંગ રહી ગયા હતા.

 

 

શુભમન ગીલે IPL ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ પકડ્યો છે. વાસ્તવમાં, લખનૌની ઇનિંગ દરમિયાન વરુણ એરોન ગુજરાત માટે ચોથી ઓવર લાવ્યો હતો.  લખનૌના બેટ્સમેન એવિન લુઈસે હવામાં શોટ રમ્યો હતો. ત્યારપછી શુભમન ગિલે બાઉન્ડ્રી પાસે લાંબી ડાઈવ મારીને શાનદાર કેચ પક્ડયો હતો. આ કેચ એટલો શાનદાર હતો કે મેદાનમાં બેઠેલા દરેક વ્યક્તિ તેને જોઈને ઉછળી પડ્યા. આ કેચનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.