Smart Surat City/ સ્માર્ટ સીટી સુરતમાં હવે સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા : જુઓ હવે મોબાઈલ રીચાર્જની જેમ વીજ બીલ રીચાર્જ કરી શકાશે

દેશ હવે ડીઝીટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સ્માર્ટ સીટી તરીકે ઓળખ પ્રાપ્ત કરતા સુરતમાં હવે સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત થઇ છે.

Top Stories Gujarat Surat

@ દિવ્યેશ પરમાર

દેશ હવે ડીઝીટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સ્માર્ટ સીટી તરીકે ઓળખ પ્રાપ્ત કરતા સુરતમાં હવે સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત થઇ છે. સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે. આ સ્માર્ટ મીટર પ્રીપેડ હશે અને જેટલું રીચાર્જ કરાવવામાં આવ્યું હશે તેટલી જ વીજળી વાપરી શકાશે. એટલે કહી શકાય કે હવે વીજળી પણ મોબાઈલ રીચાર્જની જેમ વાપરી શકાશે. જેટલું બીલ ભર્યું હશે એટલી જ વીજળી આવશે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આજથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી. સેન્ટ્રલાઈઝ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી સુરતના પીપલોદ સબડિવિઝન ખાતેથી શરૂ કરી છે. સોમવારે સૌથી પહેલું સ્માર્ટ મીટર સુમન સેલ ખાતે લગાવવામાં આવ્યું હતું. પીપલોદ સબ ડિવિઝનમાં આવેલા 1.83 લાખ કન્ઝયુમરને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યા છે.પીપલોદ સબ ડિવિઝનમાં આ મીટર ઈન્સ્ટોલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટ મીટર પ્રીપેડ હશે અને જેટલું રીચાર્જ કરાવવામાં આવ્યું હશે તેટલી જ વીજળી વાપરી શકાશે. તેમજ જે ડિપોઝિટ અત્યાર સુધી ગ્રાહકો દ્વારા ભરવામાં આવી છે તે તેમને રીટર્ન કરવામાં આવશે. ગ્રાહકો ઓછામાં ઓછું 100 રૂપિયાનું રીચાર્જ કરાવી શકે. શનિ અને રવિવારે કોઇની વીજળી કાપવામાં આવશે નહીં. અને માઈનસ 300 સુધી બિલ જતું રહે તો પણ ગ્રાહકને ચૂકવણી કરી વિજળી સેવા ચાલુ રાખવાની તક અપાશે. તમામ બાબતો એપ્લિકેશન મારફતે ગ્રાહકો મોનિટરિંગ કરી શકશે. કેટલા યુનિટ વીજળી વાપરી છે તે પણ જાણી પાછલા મહિનાથી સરખામણી પણ કરી શકશે.આ સાથે વીજળીના સ્માર્ટ મીટર માટે જે નંબર રજિસ્ટર્ડ કરાવ્યો હશે તેનાથી જ રિચાર્જ કરી શકાશે..જો મકાનમાલિકે ઘર ભાડે આપ્યું છે તો એપ્લીકેશન મારફતે ભાડુઆતનો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરી બીલ ભરી શકાશે…

biiET : D&.J.piT\li [a\kzyi#k\T&vi a\*nJ.pi&pili(d *Dvi&zni ]

વીઓ : આ અંગે પીપલોદ ડીવીઝનના એક્ઝ્યુકેટીવ એન્જીનીયર ડી.જી.પટેલે જણાવ્યું હતું કે . ઘણા લાંબા સમયથી ડીજીવીસીએલની પ્રિમાઈસીસમાં આ સ્માર્ટ મીટર ટેસ્ટિંગ અને મોનિટરિંગ માટે લગાવવામાં આવ્યા હતા. જેનો સારો પ્રતિસાદ મળતા આખરે સુરત શહેરના ગ્રાહકોને ત્યાં આ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. પહેલા દિવસે એક સાથે 400 ઘરોમાં સ્માર્ટ મીટર પીપલોદ ખાતે આવેલા સુમન સેલમાં લગાવવામાં આવ્યા છે. જ્યાં 4 ટાવરમાં 800 જેટલા ફ્લેટ આવેલા છે ત્યાં લગાવ્યા બાદ ટીમ સતત તેનું માનિટરિંગ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણીના ઉમેદવારો પર ADR રિપોર્ટ : 26 નિરક્ષર, 252 પર ફોજદારી કેસો અને 10 પાસે નથી સંપત્તિ

આ પણ વાંચો: shameful incident/સ્નાન કરતી વખતે મહિલા ડૉક્ટરની નજર બાથરૂમની નેટ પર પડી, મોબાઈલમાં કેમેરા જોઈને તેના હોશ ઉડી ગયા

આ પણ વાંચો:New Delhi/મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મળી ‘Z’ કેટેગરીની સુરક્ષા, IB તરફથી ધમકીના મળ્યા હતા ઇનપુટ