Technology/ લોન્ચ થયો Vivoનો ધમાકેદાર ફોન, પહેલીવાર જોવા મળશે આ ફીચર

વીવોએ ચીનમાં તેની બે ફ્લેગશિપ વીવો X60 અને વિવો X60 પ્રો લોન્ચ કર્યા છે. આ બંને ફોન્સ એફએચડી + ડિસ્પ્લે સાથે આવે છે. આ પહેલો ફોન્સ છે જેમાં સેમસંગ Exynos 1080 5nm પ્રોસેસર સાથે આવે છે. આ પ્રોસેસરો બિલ્ટ ઇન 5 જી સપોર્ટ સાથે આવે છે. કિંમતની વાત કરીએ તો ચીનમાં વીવો X60 ની પ્રારંભિક […]

Tech & Auto

વીવોએ ચીનમાં તેની બે ફ્લેગશિપ વીવો X60 અને વિવો X60 પ્રો લોન્ચ કર્યા છે. આ બંને ફોન્સ એફએચડી + ડિસ્પ્લે સાથે આવે છે. આ પહેલો ફોન્સ છે જેમાં સેમસંગ Exynos 1080 5nm પ્રોસેસર સાથે આવે છે. આ પ્રોસેસરો બિલ્ટ ઇન 5 જી સપોર્ટ સાથે આવે છે.

કિંમતની વાત કરીએ તો ચીનમાં વીવો X60 ની પ્રારંભિક કિંમત 3498 યુઆન (લગભગ 34,300 રૂપિયા) છે અને વીવો X60 પ્રોની કિંમત 4498 યુઆન (લગભગ 50,600 રૂપિયા) છે. આ ફોન 8 જાન્યુઆરી 2021 થી પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરવામાં આવશે. કંપનીએ જાહેરાત પણ કરી છે કે જાન્યુઆરી 2021માં,એક નવો ફોન વીવો X60 પ્રો + પણ લોન્ચ કરશે.

Vivo X60, Vivo X60 Pro Live Images Allegedly Leaked; Processor, Starting  Price Tipped | Technology News

વિવોના બંને ફોનમાં 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે, જે ફુલ એચડી + એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે. આ ફોનમાં એક આસ્પેક્ટ રેશિયો 92.7% છે અને HDR10 અને HDR10 + માટે સપોર્ટ છે. આ બંને સ્માર્ટફોન વચ્ચેનો ફરક માત્ર સ્ક્રીન છે. વીવો X60માં તમને એક ફ્લેટ સ્ક્રીન મળે છે, જ્યારે વીવો X60પ્રોમાં કંપનીએ ડ્યુઅલ વક્ર સ્ક્રીન આપી છે.

Vivo X60, X60 Pro Launch Date Announced, Official Listing Reveals  Specifications and Images - MySmartPrice

બંને ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો
કેમેરા તરીકે, ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ વિવો X60 માં આપવામાં આવ્યો છે. તેમાં 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ છે જેમાં 48 મેગાપિક્સલનો સોની IMX598 પ્રાયમરી સેન્સર અને 5 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે. વીવો X60 પ્રો વિશે વાત કરવામાં આવે તો યૂઝરને ક્વાડ રીઅર કેમેરા સેટઅપ મળશે, જેમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે.

Vivo X60 and X60 Pro with Zeiss optics and 2nd-gen gimbal camera launched:  Price and specifications | IndiaPigeon | India Pigeon News

પાવર માટે, વીવો X60 માં 4200mAh ની બેટરી આપવામાં આવી છે અને Vivo X60 Pro માં 4300mAh ની બેટરી આપવામાં આવી છે. આ બંને બેટરી 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.