Anand News : નાપા વાંટા ગામે દિલીપસિંહ ઉર્ફે દિલુભા અભેસિંહ રાણા પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા તબેલામાં ખુલ્લી જગ્યામાં મધ્ય ગુજરાતના જુગારીઓને બોલાવી પ્લાસ્ટિકના કોઈન અને તમામ પ્રકારની સગવડો આપી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીગ સેલ(SMC)ની ટીમે વહેલી સવારે નાપા વાંટા ખાતે દરોડો પાડ્યો હતો. જેને લઈ જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
બોરસદ(Borsad) ગ્રામ્ય પોલીસ મથકની હદમાં નાપા વાંટામાં વર્ષોથી દિલુભા રાણા જુગારધામ ચલાવે છે. જેમાં વડોદરા(Vadodara), અમદાવાદ(Ahmedabad), નડિયાદ(Nadiad) સહિત સમગ્ર મધ્ય ગુજરાતના જુગારીઓ જુગાર રમવા આવે છે. આ જુગારધામ પર તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, તેમજ અહીંયા પોલીસની પણ કોઈ જ બીક હોતી નથી, સ્થાનિક પોલીસ કે એલસીબી, એસઓજીની ટીમ આ બાજુ ફરકતી પણ નથી.
જેથી ગુજરાતના વિવિધ સ્થળેથી જુગારના શોખીનો અહીંયા બિન્દાસ જુગાર રમવા આવે છે. અહીંયા મોટી ક્લબની જેમ જ પ્લાસ્ટિકના જુગારના કોઈન પર જુગાર રમાડવામાં આવે છે. દરરોજ લાખો રૂપિયાનો જુગાર સ્થાનિક પોલીસની નાક નીચે ધમધમે છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડો પાડી જુગારધામ ઝડપી પાડી આણંદ જિલ્લા પોલીસની પોલ ખોલી નાખી છે.
ઝડપાયેલા શખ્સોના નામ
દિલીપસિંહ ઉર્ફે દિલુભા અભેસિંહ રાણા – નાપા
આશીફ સબ્બીરભાઈ કુરૈશી – નડિયાદ
અકબર માનસિંગ રાણા – નાપા
મહાવીરભાઈ શાંતિલાલ જૈન – અમદાવાદ
કરામતઅલી મહંમદમિયાં સૈયદ – હાડગુડ
પ્રવિણભાઈ દિલીપભાઈ સોલંકી – વડોદરા
વિકીકુમાર ઉર્ફે વિકાસ પ્રવીણભાઈ પટેલ – રણોલી, વડોદરા
અશરફ યાકુબભાઈ પટેલ – વડોદરા
મોહસીન નજીર કાજી – નાપા
રાજેશ દિલીપસિંહ રાણા – નાપા
મકસુદભાઈ મેરૂભા રાણા – નાપા
SMC પોલીસે કોર્ડન કરીને 11 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અંધારાનો લાભ લઈને 5 જેટલા શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા જુગારીઓની દાવ પરથી રોકડ 45,560 રૂપિયા, 11 મોબાઈલ ફોન 41,500, પ્લાસ્ટિકના જુગારના કોઈન સહિત કુલ 88,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા શખ્સોને બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે લાવીને સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ના એએસઆઈ(ASI) જયપાલ વિનોદભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ દરિયાપુરમાં જુગારધામમાં PCBના દરોડા, 11 લોકોની ધરપકડ
આ પણ વાંચો: પાટડીમાં ACBના PIના ભાઇના ઘરે ઝડપાયું જુગારધામ, 50 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો કબ્જે
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી જુગારધામ ઝડપાયું