Not Set/ કેટલીક તસવીરો કહી રહી છે કરિના છે બીજી વાર પ્રેગ્નેન્ટ

કરિના કપૂર  તેના કામ, ગ્લેમરસ લુક અને દેખાવ માટે ચર્ચામાં રહે છે સાથે સાથે તે દીકરા તૈમૂરના કારણે પણ હંમેશાં ચર્ચામાં રહે છે. જોકે આ વખતે  કરિનાની શૂટિંગ વખતની કેટલીત તસવીરો સામે આવી છે જે જોતા એવી અટકળો ચાલી રહી છે  કે કરિના કપૂર ખાન બીજી વાર પ્રેગ્નેન્ટ છે. કરિના કપૂર હાલમાં એક રેડિયો શો […]

Uncategorized

કરિના કપૂર  તેના કામ, ગ્લેમરસ લુક અને દેખાવ માટે ચર્ચામાં રહે છે સાથે સાથે તે દીકરા તૈમૂરના કારણે પણ હંમેશાં ચર્ચામાં રહે છે. જોકે આ વખતે  કરિનાની શૂટિંગ વખતની કેટલીત તસવીરો સામે આવી છે જે જોતા એવી અટકળો ચાલી રહી છે  કે કરિના કપૂર ખાન બીજી વાર પ્રેગ્નેન્ટ છે.

કરિના કપૂર હાલમાં એક રેડિયો શો હોસ્ટ કરી રહી છે. આ શોનું નામ છે વોટ વુમન વોન્ટ. તાજેતરમાં કરીના તેની ફિલ્મ ગુડ ન્યૂઝનું શૂટિંગ કરી રહી છે અને તેના સેટ પર કરિના જોવા મળી હતી. તેમાં દેખાતું હતું કે તેનો બેબી બમ્પ ઉપસેલો દેખાય છે.

જોકે આ ગેટઅપ તેની નવી ફિલ્મ માટે જ હોવાની ચર્ચા છે જેમાં કરિના ટેન્ક ટોપ અને  ટ્રેક પેન્ટમાં લાંબો શ્રગ પહેરેલી જોવા મળે છે. અને બેબી બમ્પ ઉપસેલો દેખાય છે આ ફિલ્મમાં કરિના માતાની ભૂમિકા કરી રહી છે.  આ ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળશે. ગુડ ન્યૂઝ  ફિલ્મ સરોગસીના વિષય પર આધારિત છે.

છેલ્લે કરિના  સ્વરા ભાસ્કર, સોનમ કપૂર સાથે વીરે દી વેડિંગમાં જોવા મળી હતી.  ઉપરાંત ગુડ ન્યૂઝના શૂટિંગ બાદ તે કરણ જૌહરની તખ્તમાં જોવા મળશે.