સોમનાથ,
શ્રાવણના છેલ્લો સોમવારે સાથે જ જન્માષ્ટમીનો પર્વ સાથે હોવાથી સોમનાથ દાદાના દર્શન કરવા હરિ ભકતો ઉમટ્યા હતા. ત્યારે સવાર થીજ શિવભક્તો સાથે કષ્ણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું.

પ્રાતઃ મહાપૂજન બાદ સોમનાથ મહાદેવને પિતાંબર અને વિવિધ પુષ્પોથી શૃંગારવામાં આવ્યા છે. જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરમાં આરતી બાદ જય સોમનાથ જયશ્રીકૃષ્ણનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

જન્માષ્ટમીના પાવન પર્વ સાથે શ્રાવણ માસ નો અંતીમ સોમવાર પણ હોય જેથી સોમનાથ મંદીર ખાતે વહેલી સવારથી જ શીવભકતોની લાંબી કતારો લાગી છે. હાલ સોમનાથ મંદીરના દીગ્વીજય દ્વાથી દોઢેક કી.મી લાંબી કતાર લાગી હતી.

બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પાલખી યાત્રામાં ભક્તો ભગવાન સોમનાથના મુખારવિંદ સ્વરૂપના દર્શન કર્યા હતા. ત્યારે પી.કે.લહેરી, વિજયસિંહ ચાવડા, DYSP પરમાર, સોમનાથ મંદિરના પૂજારી ધનંજય મહારાજ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.
