બેફામ વધી રહેલી ગુનાખોરીને કારણે જુહાપુરાનું નામ ખરાબ થતું જઈ રહ્યું છે. જુહાપુરામાં સામાન્ય બોલાચાલીમાં મારામારી અને જીવલેણ હુમલાના કિસ્સા ખુબજ બની રહ્યા છે. થોડા સમય પહેલા પણ બાબા અને કે.કે નામના ઈસમોએ એક તવા ના સંચાલકને જાહેરમાં માર મારીને તોડફોડ કરી હતી. આ ઘટના બાદ પણ જુહાપુરામાં ઘણી બધી મારામારીની ઘટના બની ચૂકી છે.
તાજેતરની જો વાત કરીએ તો જુહાપુરાના રોનક પાર્ક પાસેના મકાનમાં પિતા અને પુત્ર વચ્ચે માટે શર્ટ પહેરવા જેવી સામાન્ય બાબતમાં માથાકુટ થઈ હતી. જેમાં શહેઝાદ નામના પુત્રે પોતાના પિતા સિરાજ ભાઈ સાથે મારમારી કરીને તેમને નીચે જમીન ઉપર પાડી દીધો હતો. આ મામલે વચ્ચે છોડાવવા પડેલા અન્ય એક પુત્રને પણ શહેઝાદ એ ગાળો આપી હતી. એટલું જ નહિ ગુસ્સામાં લાલઘુમ થયેલા શહેઝાદ એ ઘરની અંદર તોડફોડ પણ કરી હતી. ઘરની અંદરથી જોરજોરથી બૂમો પાડવાની અવાજ આવતા આસપાસના લોકો એકત્ર થયા હતા અને તેમને પિતા પુત્રની લડાઈનું અંત લાવવાની કોશિશ કરી હતી. જોકે, પિતાએ પુત્રને કાયદાની ભાષામાં જવાબ આપવા માટે વેજલપુર પોલીસ મથકમાં પુત્રની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
