T-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. આ સાથે સાઉથ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું છે અને આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ છે. આ જીત સાથે, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ટીમ પરના ચોકર્સનો ડાઘ ભૂંસી નાખ્યો. ત્રિનિદાદ અને ટોબેગોના બ્રાયન લારા સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ માત્ર 11.5 ઓવરમાં 56 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 8.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
HISTORIC MOMENT IN SOUTH AFRICAN CRICKET. 🏆
– INTO THE FINAL FOR THE FIRST TIME IN MEN’S WORLD CUP HISTORY…!!!! pic.twitter.com/zgRzU0I8Qx
— Johns. (@CricCrazyJohns) June 27, 2024
સાઉથ આફ્રિકાના ફાઈનલમાં પંહોચ્યા બાદ હવે કઈ બીજી ટીમ ફાઈનલમાં પંહોચશે તે આજે ખબર પડશે. ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમનો નિર્ણય રાત્રે 8 વાગ્યે લેવામાં આવશે. જ્યારે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો સામસામે ટકરાશે. મેચ થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે, કારણ કે વરસાદની શક્યતા ઘટીને 40% થઈ ગઈ છે.
અફઘાનિસ્તાનનો સૌથી નાનો સ્કોર
આ T-20 ઇન્ટરનેશનલમાં અફઘાનિસ્તાનની સૌથી નાની ટીમનો કુલ સ્કોર છે. આ ટીમનો અગાઉનો સૌથી ઓછો ટીમ સ્કોર 72 રન હતો, જે 2014 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે બન્યો હતો. અફઘાનિસ્તાન તરફથી કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. અઝમતુલ્લા ઓમરઝાઈએ સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. તેના સિવાય એક પણ ખેલાડી ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી. દક્ષિણ આફ્રિકાના માર્કો જોન્સન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ લીધી હતી. કાગીસો રબાડા અને એનરિક નોર્ટ્યાએ 2-2 વિકેટ લીધી હતી.
પાવરપ્લેમાં દક્ષિણ આફ્રિકા 34-1
પહેલા રમતા અફઘાનિસ્તાને 57 રનનો ટાર્ગેટ આપ્યો હતો. નાના ટોટલનો પીછો કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે પાવરપ્લેમાં એક વિકેટના નુકસાને 34 રન બનાવ્યા હતા. રીઝા હેન્ડ્રિક્સે અણનમ 15 અને સુકાની એડન માર્કરામે 12 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીને સફળતા મળી હતી. તેણે બીજી ઓવરના પાંચમા બોલ પર ક્વિન્ટન ડી કોકને 5 રન પર બોલ્ડ કર્યો હતો.
નવીન ઉલ હકે પાંચમી ઓવરમાં 13 રન આપ્યા હતા. જેમાં બે ચોગ્ગા, 3 રન, એક સિંગલ અને વાઈડનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાની પ્રથમ વિકેટ બીજી ઓવરના પાંચમા બોલ પર પડી હતી. અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકીએ ક્વિન્ટન ડી કોકને 5 રને બોલ્ડ કર્યો હતો.
અફઘાનિસ્તાન 56 રનમાં ઓલઆઉટ
T-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 56 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. અફઘાનિસ્તાન તરફથી કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. અઝમતુલ્લા ઓમરઝાઈએ સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. તેના સિવાય એક પણ ખેલાડી ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી. દક્ષિણ આફ્રિકાના માર્કો જોન્સન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ લીધી હતી. કાગીસો રબાડા અને એનરિક નોર્ટ્યાએ 2-2 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાને 57 રનનો ટાર્ગેટ આપ્યો હતો
અફઘાનિસ્તાનની 10મી વિકેટ 56ના સ્કોર પર પડી. નવીન ઉન હક 12મી ઓવરના પાંચમા બોલ પર 2 રન બનાવીને આઉટ થયો હતો. તબરેઝ શમ્સીને ત્રીજી સફળતા મળી. તેણે નવીનને LBW કર્યો. અફઘાનિસ્તાનને તેનો 9મો ફટકો લાગ્યો છે. કેપ્ટન રાશિદ 11મી ઓવરના બીજા બોલ પર 8 રન બનાવીને આઉટ થયો હતો. એનરિક નોર્ટ્યાએ તેને બોલ્ડ કર્યો હતો.
આ પણ વાંચો:વરસાદના લીધે જો ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઇનલ ન રમાઈ તો શું થશે?
આ પણ વાંચો:T20 વર્લ્ડ કપ વચ્ચે આ ખેલાડી રમી છેલ્લી મેચ, હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની જર્સીમાં નહીં જોવા મળે!
આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાની હાર બાદ આ ખેલાડીએ લીધો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ