- સાબરમતીનાં પાણીમાં કોરોના સેમ્પલ મળ્યાનો દાવો
- અમદાવાદ મનપા તરફથી નથી કરાઇ સ્પષ્ટતા
- અહેવાલ બાદ કોર્પો.નાં અધિકારીઓ પણ કામે લાગ્યા
- સમગ્ર પ્રકરણમાં સાચું શું તે જાણવાનો પ્રયાસ
- કોર્પોરેશન આગામી સમયમાં આપી શકે આ મુદ્દે નિવેદન
- IITની 8 સંસ્થા દ્વારા અભ્યાસમાં કરાયો હતો દાવો
અત્યાર સુધી આપણેે સાંબળ્યુ કે માણસોમાં કે પશુઓમાં કોરોના વાયરસ જોવા મળ્યો. પરંતુ હવે જે જાણકારી સામે આવી રહી છે, તે સાંભળી તમે ચોંકી જશો.

ભાવ વધારો / ફરી એકવાર પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધ્યા, જાણો શું છે આજનો ભાવ
આપને જણાવી દઇએ કે, સમગ્ર વિશ્વમાં આજે કોરોના મહામારીએ લોકોનાં જીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યુ છે. માનવ જાતી માટે આ વાયરસ એક મોટી સમસ્યા બન્યો છે. વળી હવે તેના અલગ-અલગ વેરિઅન્ટ સામે આવતા લોકોમાં ફફડાટ થવા લાગ્યો છે. હજુ આ વેરિઅન્ટને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે આજે સાબરમતી નદીમાં કોરોનાવાયરસ હોવાની પુષ્ટી થતા આગમાં ઘી નાખવાનુ કામ થયુ છે. જણાવી દઇએ કે, સાબરમતીનાં પાણીમાં કોરોનાનાં સેમ્પલ મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે અમદાવાદ મનપા તરફથી આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગુજરાતનાં અમદાવાદની જીવાદોરી કહેવાતી સાબરમતી નદીમાં કોરોના વાયરસ મળી આવવો શું ખતરાથી ભરેલુ છે? આ એક મોટો સવાલ છે. જણાવી દઇએ કે, આ અહેવાલ બાદ કોર્પોરેશનનાં અધિકારીઓ આ અંગેે તપાસ કરી રહી છે. સમગ્ર પ્રકરણમાં સાચું શું છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, કોર્પોરેશન આગામી સમયમાં આ મુદ્દે નિવેદન આપી શકે છે. આ મુદ્દે IIT ની 8 સંસ્થા દ્વારા અભ્યાસમાં દાવો કરાયો હતો.

સાવધાન! / કોરોનાથી વિશ્વમાં માત્ર 166 દિવસોમાં 20 લાખ લોકોનાં થયા મોત
અત્યાર સુધી, દેશનાં ઘણા શહેરોમાં ગટરની લાઇનમાં કોરોના વાયરસ જીવંત મળ્યા હોવાની પુષ્ટિ થઈ છે, પરંતુ પ્રથમ વખત કુદરતી જળ સ્ત્રોતોમાં પણ કોરોના વાયરસની હાજરી મળી આવી છે. જે ખરા અર્થમાં મોટી વાત કહી શકાય છે. અહીંથી લીધેલા તમામ નમૂનાઓ સંક્રમિત મળી આવ્યા છે. સાબરમતીની સાથે અમદાવાદ, કાંકરિયા, ચાંડોળા તળાવનાં અન્ય જળ સ્ત્રોતોમાંથી લીધેલા નમૂનાઓ પણ સંક્રમિત મળી આવ્યા છે. એટલું જ નહીં, જ્યારે આસામનાં ગુવાહાટી વિસ્તારમાં નદીઓની તપાસ કરવામા આવી, ત્યારે ત્યા ભારૂ નદીમાંથી લેવામાં આવેલા નમૂનામાં કોરોના સંક્રમિત મળ્યો હતો. આ તમામ નમૂનાઓમાં વાયરસની હાજરી ખૂબ વધારે હોવાનું જાણવા મળ્યું છે. આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની આઠ સંસ્થાઓએ સંયુક્તપણે આ અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સિસ, જેએનયુ, નવી દિલ્હીનાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

ઊલટા ચોર કૌતવાલ કો ડાંટે..! / ચીનની ઉલટી ચાલ,કોરોનાની ઉત્પતિને લઈને હવે USને થશે સવાલ
આ સંશોધન અંગે આઈઆઈટી ગાંધીનગરનાં પૃથ્વી અને વિજ્ઞાન વિભાગનાં પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યું હતું કે, આ પાણીનાં નમૂનાઓ દર સપ્તાહે 3 સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર, 2020 દરમિયાન નદીમાંથી લેવામાં આવ્યા હતા. નમૂના લીધા બાદ તેની તપાસ કરવામાં આવી અને કોરોના વાયરસનાં સંક્રમિત બેક્ટેરિયા મળી આવ્યા. મનીષ કુમારનાં જણાવ્યા અનુસાર, સાબરમતીમાંથી 694, કાંકરિયામાંથી 549 અને ચંદોલામાંથી 402 નમૂના લેવામાં આવ્યા હતા, જે તપાસમાં સંક્રમિત મળી આવ્યા હતા. આ સ્પષ્ટપણે બતાવે છે કે વાયરસ કુદરતી પાણીમાં પણ જીવી શકે છે. તેથી, દેશનાં તમામ કુદરતી જળ સ્ત્રોતોની તપાસ થવી જોઈએ કારણ કે બીજી લહેરમાં પણ વાયરસનાં ઘણા ગંભીર મ્યૂટેશન જોવા મળ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

