ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા મજબૂત સ્તિથીમાં આવી ગયું છે. સીડનીના SCG ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી અંતિમ ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ ૪ વિકેટના નુકસાને ૪૭૯ રન નોધાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં મિડલ ઓર્ડર બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારતા ૧૭૧ રન ફટકાર્યા હતા જયારે શોન માર્શ ૯૮ અને મિચેલ માર્શ ૬૩ રને રમતમાં હતા.
આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં મહેમાન ટીમ ઈંગ્લેંડ પર ૧૩૩ લીડ હાંસલ કરી લીધી છે જયારે યજમાન ટીમની ૬ વિકેટ હજી અકબંધ છે. મહત્વનું છે કે, ઈંગ્લેંડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૪૬ રન ફટકાર્યા હતા.
