મુંબઈ,
આજે ૨૪ એપ્રિલ, ભારતીય ક્રિકેટ અને ક્રિકેટ પ્રેમીઓ માટે કઈક ખાસ છે. કારણ કે, ક્રિકેટના ભગવાન મનાતા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે ૪૫મો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે સચિનને દેશભરના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. આ યાદીમાં હાલના વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરો પણ યાદીમાંથી બાકાત રહ્યા નથી.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, પૂર્વ ક્રિકેટર VVS લક્ષ્મણ, પૂર્વ સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગ, સુરેશ રૈના, યુવરાજ સિંહ, લોકેશ રાહુલ સહિતના તમામ ક્રિકેટરોએ શુભકામનાઓ આપી હતી.
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના ૪૫માં જન્મદિવસ પર ટ્વીટ કરતા લખ્યું :
Wish you a very Happy Birthday @sachin_rt Paaji. 🤗😊 You are and will always be the real Master Blaster! 🙏👏
— Virat Kohli (@imVkohli) April 24, 2018
“તમને જન્મદિવસ પર ખુબ ખુબ શુભકામનાઓ @ sachin_rt Paaji તમે જ અસલી માસ્ટર બ્લાસ્ટર છો અને હંમેશા રહેશો!”
Happy Birthday dear @sachin_rt . You are and will always remain an inspiration . It’s wonderful to see you contribute towards society with some really good initiatives even after your retirement. Wish you success always. #HappyBirthdaySachin pic.twitter.com/aWQxZ9kRjV
— VVS Laxman (@VVSLaxman281) April 24, 2018
સચિન તેંડુલકરના સાથે ક્રિકેટ રમેલા અને લાંબા સમય સુધી ડ્રેસિંગરૂમમાં હિસ્સો રહેલા VVS લક્ષ્મણે લખ્યું, “ જન્મદિવસની શુભકામનાઓ સચિન”. તમે હંમેશા એક પ્રેરણા બની રહેશો. આ જોવું અદભૂત હતું કે, તમે સંન્યાસ લઇ લીધા પછી પણ સમાજ માટે યોગદાન આપી રહ્યા છો. હું આપની સફળતાની કામના કરી રહ્યો છું”.
Woh sirf ek Cricketer nahi,
Duniya hai Meri !aur bahuton ki.
Many more happy returns of the day to a man who could stop time in India (literally) .Thank you for making the Cricket Bat such a great weapon, which later many like me could also use. #HappyBirthdaySachin pic.twitter.com/TVtpaxSiJz
— Virrender Sehwag (@virendersehwag) April 24, 2018
ભારતીય ક્રિકેટમાં લાંબા સમય સુધી સચિન તેંડુલકરના ઓપનર સાથીદાર પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે જણાવ્યું, “આ વ્યક્તિને જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ, જે ભારતમાં સમયને રોકી દેતા હતા. ક્રિકેટના બેટને આટલા મોટા હથિયાર બનાવવા માટે ધન્યવાદ, જે ત્યારબાદ મારા જેવા કેટલાય લોકો પણ તેનો ઉપયોગ કરી શક્યા”.
https://twitter.com/ImRaina/status/988640570917752832
ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન રૈનાએ લખ્યું, “જે વ્યક્તિએ અબજો ભારતીયોને એકજૂથ કર્યા અને જયારે તેઓ બેટિંગ કરવા માટે ઉતરતા હતા ત્યારે તેઓના ચહેરા પર એક મુસ્કાન આવતી હતી. એક સપનું કે જે વાસ્તવિકતામાં બદલાયું છે. સચિન એક ભાવના છે….સચિન અસાધારણ છે”.
https://twitter.com/YUVSTRONG12/status/988687243949703168
આ ઉપરાંત યુવરાજ સિંહ, કે એલ રાહુલ, ઇશાંત શર્મા સહિતના ક્રિકેટરોએ પણ સચિન તેંડુલકરને શુભેચ્છાઓ આપી હતી.
The Legend, The God of Cricket – @sachin_rt 👑🙏🏽
You inspire me everyday paaji, Happy Bday to you! ❤️😊#HappyBirthdaySachin #GOD pic.twitter.com/3kJJV1PSLA— K L Rahul (@klrahul) April 24, 2018
Wishing our Legendary MasterBlaster,God of Cricket @sachin_rt #SachinTendulkar, Happy Birthday #HappyBirthdaySachin pic.twitter.com/F6TS21NOEq
— Ishant Sharma (@ImIshant) April 24, 2018
