Not Set/ સ્પોર્ટ્સ/ રાજકોટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરશે રોહિત શર્મા

રાજકોટમાં બાંગ્લાદેશ સામે ટી 20 મેચ રમીને કેપ્ટન રોહિત શર્મા તેમની રેકોર્ડ બુકમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરશે.7 નવેમ્બરે રમાનારી ટી-20 મેચ રોહિત શર્માની  ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરની 100મી મેચ હશે. આ સાથે જ રોહિત શર્મા 100 આંતરરાષ્ટ્રીય ટી 20 ક્રિકેટ મેચ રમનારા પ્રથમ ભારતીય ક્રિકેટર બની જશે. દુનિયામાં 100 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમનારા પ્રથમ […]

Uncategorized

રાજકોટમાં બાંગ્લાદેશ સામે ટી 20 મેચ રમીને કેપ્ટન રોહિત શર્મા તેમની રેકોર્ડ બુકમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરશે.7 નવેમ્બરે રમાનારી ટી-20 મેચ રોહિત શર્માની  ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરની 100મી મેચ હશે. આ સાથે જ રોહિત શર્મા 100 આંતરરાષ્ટ્રીય ટી 20 ક્રિકેટ મેચ રમનારા પ્રથમ ભારતીય ક્રિકેટર બની જશે.

દુનિયામાં 100 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમનારા પ્રથમ ખેલાડી પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિક છે. તેમના નામે હાલ 111 મેચ રમવાનો રેકોર્ડ છે. ત્યારબાદ રોહિત શર્મા અને પાકિસ્તાનના ખેલાડી શાહિદ આફ્રિદીનો નંબર આવે છે. આ બંને ખેલાડીઓના નામ 99-99 મેચ છે. શાહીદ આફ્રિદી રિટાયર્ડ થઈ ચૂક્યો છે.પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે 98 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ છે. તે આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.

ભારતીય ક્રિકેટરોના રેકોર્ડની વાત કરવામાં આવે તો રોહિત શર્મા (99 મેચ) અને ધોની(98 મેચ) ત્યારબાદ ઓલરાઉન્ડર સુરેશ રૈના (78 મેચ) અને કેપ્ટન વિરાટ કોહલી (72 મેચ)નો નંબર આવે છે. ભારતીય ખેલાડીઓના લિસ્ટમાં યુવરાજસિંહ (57 મેચ)ની સાથે પાંચમાં નંબરે છે. જ્યારે ઓપનર શિખર ધવન (56 મેચ) છઠ્ઠા નંબર પર છે

રોહિત શર્માએ હાલ 99 મેચમાં 2,452 રન બનાવ્યા છે. તે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન છે.  રોહિત શર્માના નામે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે 106 સિક્સર પણ છે. તે સિવાય તેમણે સૌથી વધારે 4 સદી પણ ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.