ભારતીય ટીમ એક સમયે તેના મહાન સ્પિનરો માટે જાણીતી હતી, પરંતુ હવે સ્પિનરો તો પોતાનું કામ કરી જ રહ્યા છે, બીજી તરફ ભારતીય ફાસ્ટ બોલરો બેટ્સમેનને પાણી પીવડાવી રહ્યા છે. ભારતીય બોલરો આજે વિશ્વની કોઈપણ બેટિંગ લાઇનને હચમચાવી શકે છે. આ ઝડપી બોલરોનું નેતૃત્વ મોહમ્મદ શમી કરી રહ્યો છે.
બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટે મેચમાં જ શમીએ એવી બોલિંગ કરી કે વિરોધી ટીમ ધૂળ ચાટતી રહી ગઇ અને હવે દરેકને તેના પર વિશ્વાસ કરવો જરૂરી બની ગયો છે. હવે વિશ્વનાં સૌથી ભયંકર ફાસ્ટ બોલરોમાં સમાવેશ, દક્ષિણ આફ્રિકાનાં ડેલ સ્ટેઈને પણ કહ્યું છે કે મોહમ્મદ શમી આ સમયે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર છે. આ તે જ ડેલ સ્ટેઇન છે, જે વિશ્વનાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરથી પણ ડરતો હતો, આ વાત સચિન તેંડુલકરે પોતે સ્વીકારી હતી.
દક્ષિણ આફ્રિકાનાં ફાસ્ટ બોલર ડેલ સ્ટેઇનનું માનવું છે કે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ સમયે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે. જણાવી દઇએ કે, ડેલ સ્ટેઇન સોશિયલ મીડિયા પર તેના ફેન્સનાં પ્રશ્નોનાં જવાબ આપી રહ્યો હતો. એક યૂઝર્સે પૂછ્યું કે તેમના કહેવા મુજબ, હાલમાં દુનિયાનો કયો બોલર સર્વશ્રેષ્ઠ છે. જવાબમાં સ્ટેઇને મોહમ્મદ શમીનું નામ કહ્યુ. સ્ટેઇને કહ્યું, શમી વર્તમાનમાં ખૂબ ફોર્મ સાથે રમી રહ્યો છે.
ઈંદોરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શમીએ પ્રથમ ઇનિંગમાં ત્રણ અને બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. તાજેતરનાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગ બોલરોમાં શમી આઠ સ્થાનનો ઉછાળા સાથે આ યાદીમાં સાતમા ક્રમે પહોંચી ગયો છે. તેની પાસે હવે 790 પોઇન્ટ છે. તે સર્વોચ્ચ રેટિંગ મેળવનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. તેના પહેલા કપિલ દેવ 877 અને જસપ્રીત બુમરાહ 832 પોઇન્ટ મેળવી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
