Not Set/ લોર્ડ્સમાં વિજય મેળવવા માટે ભારતીય ટીમને સૌરવ ગાંગુલીએ આપી આ ચાવી, જુઓ

લંડન, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ગુરુવારથી લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે, પરંતુ ભારે વરસાદના મેચના પહેલા દિવસે હજી સુધી ટોસ પણ થઇ શક્યો નથી. જો કે આ પહેલા ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના ગ્રાઉન્ડમાં વિજય મેળવવા માટે એક સલાહ આપી છે. ગાંગુલીએ ભારતીય કેપ્ટન વિરાટ […]

Sports

લંડન,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ગુરુવારથી લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે, પરંતુ ભારે વરસાદના મેચના પહેલા દિવસે હજી સુધી ટોસ પણ થઇ શક્યો નથી.

જો કે આ પહેલા ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના ગ્રાઉન્ડમાં વિજય મેળવવા માટે એક સલાહ આપી છે. ગાંગુલીએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લોર્ડ્સમાં બે સ્પિનર સાથે ઉતરતા સ્પિન બોલર અશ્વિનની સાથે ચાઈનામેન બોલર કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવા માટે કહ્યું છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને વધુમાં જણાવ્યું, “ઈંગ્લેંડને પોતાના યુવાન ખેલાડી ઓલિ પોપને ટીમમાં સમાવેશ કર્યો છે, જે ઈંગ્લેંડની ટીમના સિલેક્ટરની એક રણનીતિ છે, જેનાથી તેઓ પોતાના ઓફ સ્પિન અટેકને કાઉન્ટર કરી રહ્યું છે”.

લોર્ડ્સમાં બીજા સ્પિન બોલરના સમાવેશ અંગે ગાંગુલીએ કહ્યું, “ભારતને પોતાના બીજા સ્પિનરને ટીમમાં મૌકો આપવો જોઈએ. લોર્ડ્સનો ઈતિહાસ રહ્યો છે કે, અહિયાં બોલ સ્પિન થાય છે. જ્યાં સુધી હું વિચારું છું તો આ માટે કુલદીપ યાદવ એક મુખ્ય પસંદગી છે. ભારતે કોઈ પણ સંજોગોમાં પોતાના ૫માં બોલરના વિકલ્પ સાથે સમજૂતી ન કરવી જોઈએ”.

લોર્ડ્સમાં પોતાની ડેબ્યુ મેચમાં જ સદી ફટકારનાર ગાંગુલીએ કહ્યું, “જો ભારતની બેટિંગ લોર્ડ્સમાં ચાલશે તો તેઓ મેચમાં વિજય પ્રાપ્ત કરી શકે છે અને એક વાર ફ્લોપ થશે તો મહેમાન ટીમ માટે વસ્તુ બદલતા સમય લાગશે નહિ”.

લોર્ડ્સમાં ભારત V/S ઈંગ્લેંડ

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે લોર્ડ્સના ગ્રાઉન્ડમાં અત્યારસુધીમાં કુલ ૧૭ ટેસ્ટ મેચ રમાઈ છે. આ ૧૭ મેચોમાં ૧૧માં યજમાન ટીમનો વિજય થયો છે. જયારે માત્ર ૨ મેચમાં ભારતીય ટીમ જીતી શકી છે અને ૪ મેચ ડ્રો રહી છે.