દુનિયાભરમાં ક્રિકેટથી જાણીતો બન્યો ચહેરો આજે માનસિક બિમારીથી પીડાઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યુ છે. અહી વાત ઓસ્ટ્રેલિયાનાં એલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલની થઇ રહી છે. ક્રિકેટ પીચમાં પોતાની ધમાકેદાર બેટિંગ અને મેદાનમાં ફૂર્તિલા અંદાજમાં ફિલ્ડીંગ આ ખેલાડીને અન્ય ખેલાડીઓથી ઘણો અલગ કરે છે. જેણે આજે માનસિક બિમારીથી પીડાતો હોવાના કારણે ક્રિકેટથી થોડો સમય માટે બ્રેક લીધો છે. એ વાત પણ ચર્ચામાં આવી છે કે શું તે રીટાયર્ડમેન્ટ લેશે કે નહી. પરંતુ આ વિશે હાલમાં કોઇ માહિતી સામે આવી નથી.

ઓસ્ટ્રેલિયાનાં આ ખેલાડીનાં સમાચારથી ક્રિકેટ જગત આશ્ચર્યચકિત થઇ ગયુ છે. સવાલ એ છે કે મેદાનમાં વિરોધી બોલરોનાં છક્કા છોડાવી દેતો મેક્સવેલને આખરે અચાનક શું થયું કે તેણે ક્રિકેટને થોડા સમય માટે છોડવું પડ્યું. જેનો જવાબ મનોવૈજ્ઞાનિક ડૉક્ટરે આપ્યો છે. આપને જણાવી દઇએ કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનાં માનસિક ચિકિત્સક માઈકલ લોયડે ગુરુવારે તેની પુષ્ટિ કરી છે. લોયડે કહ્યું, ‘ગ્લેન મેક્સવેલને પોતાની માનસિક સ્વાસ્થ્ય સંબંધમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી, તે થોડા સમય માટે રમતથી દૂર રહેશે. ગ્લેન આ મુદ્દાઓને ઓળખવા અને સપોર્ટ સ્ટાફની સંપૂર્ણ સારવાર માટે તૈયાર છે.

આપને જણાવી દઈએ કે ગ્લેન મેક્સવેલ શ્રીલંકા સામેની ટી -20 શ્રેણીનો ભાગ હતો અને શાનદાર ફોર્મમાં પણ હતો. હવે મેક્સવેલની જગ્યાએ ડાર્સી શોર્ટની પસંદગી કરવામાં આવી છે. ગ્લેન મેક્સવેલ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનાં એક્ઝિક્યુટિવ જનરલ મેનેજર બેન ઓલિવરે કહ્યું કે, અમારા માટે ખેલાડીઓની સુખાકારી સર્વોચ્ચ છે. ગ્લેનને અમારો સંપૂર્ણ ટેકો છે. ગ્લેનની સુખાકારી અને રમત પ્રત્યેનાં તેમના સમર્પણને સુનિશ્ચિત કરવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ વિક્ટોરિયાનાં સપોર્ટ સ્ટાફ સાથે મળીને કામ કરશે. દરેક વ્યક્તિ ગ્લેનને મદદ કરશે. બેન ઓલિવરે કહ્યું, ‘અમે દરેકને અપીલ કરીએ છીએ કે ગ્લેન, તેમના પરિવાર અને મિત્રોની ગુપ્તતાનો આદર કરે. તે ખાસ ખેલાડી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે તે એક મહત્વપૂર્ણ ખેલાડી છે. અમે ઉનાળા સુધીમાં તેને ફરીથી ટીમમાં રમતા જોવાની આશા રાખીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
