Not Set/ વિરાટ કોહલી અંતે 12 મેના રોજ કરશે મતદાન, દર્શાવ્યું વોટર આઇડી કાર્ડ

લોકસભા ચૂંટણી દરમિયાન કોહલી મતદાન નહીં કરી શકે તેવી અટકળો ચાલતી હતી જેનું કારણ કોહલી સમયસર આવેદન કરવાનું ચૂકી ગયા હતા તેવું હતું. પરંતુ હવે આ અટકળોનો અંત આવ્યો છે. હવે તેઓ મતદાન કરવા જઇ રહ્યા છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વોટર આઇડી દર્શાવ્યું હતું. તેઓ 12 મે રોજ ગુરુગ્રામમાંથી વોટિંગ કરશે. વોટર આઇડીમાં તેના પિતાના […]

India Sports

લોકસભા ચૂંટણી દરમિયાન કોહલી મતદાન નહીં કરી શકે તેવી અટકળો ચાલતી હતી જેનું કારણ કોહલી સમયસર આવેદન કરવાનું ચૂકી ગયા હતા તેવું હતું. પરંતુ હવે આ અટકળોનો અંત આવ્યો છે. હવે તેઓ મતદાન કરવા જઇ રહ્યા છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વોટર આઇડી દર્શાવ્યું હતું. તેઓ 12 મે રોજ ગુરુગ્રામમાંથી વોટિંગ કરશે.

Virat Voter Id

વોટર આઇડીમાં તેના પિતાના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. વિરાટ ગુરુગ્રામ મતવિસ્તારમાંથી મતદાર છે. કેટલાક સમય અગાઉ જ તેઓ દિલ્હીથી ગુરુગ્રામ શિફ્ટ થયા હતા. જો કે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ તેઓ મુંબઇમાં રહે છે.

શું હતો સમગ્ર મામલો

વિરાટ કોહલી મુંબઇથી મતદાન કરવા માંગતા હતા. તે માટે કોહલીએ ઓનલાઇન આવેદન કર્યું હતું પરંતુ કોહલીએ આવેદન નિશ્વિત અવધિ બાદ કર્યુ હતું. 30 માર્ચના રોજ જે મતદારોનું મતદાર યાદીમાં નામ ના હતું તેઓ માટે આવેદન માટેનો અંતિમ દિવસ હતો. જો કે કોહલીએ 7 એપ્રિલના રોજ આવેદન કર્યું હતું. જેને કારણે તેઓ સમય મર્યાદા ચૂકી ગયા હતા.