Not Set/ અમદાવાદ : નવા વાડજમાં જૂથ અથડામણ, એક મહિલા સહીત ત્રણ ઘાયલ

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા ભારવાડવાસમાં ગઈ કાલે ભરવાડ કોમના બે જૂથો વચ્ચે મારામારી થઇ ગઈ હતી. એક યુવક ઘરની બહાર બીભત્સ ગાળો બોલતા, પોલીસને જાણ કરાતા મારામારી થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ મારામારીમાં ત્રણ લોકોને ઇજા થવા પામી હતી, એમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં ખસેડવામાં આવ્યા છે. વાડજ પોલીસ દ્વારા રાયોટિંગ […]

Top Stories Gujarat

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા ભારવાડવાસમાં ગઈ કાલે ભરવાડ કોમના બે જૂથો વચ્ચે મારામારી થઇ ગઈ હતી. એક યુવક ઘરની બહાર બીભત્સ ગાળો બોલતા, પોલીસને જાણ કરાતા મારામારી થઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ મારામારીમાં ત્રણ લોકોને ઇજા થવા પામી હતી, એમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં ખસેડવામાં આવ્યા છે. વાડજ પોલીસ દ્વારા રાયોટિંગ નો ગુનો દાખલ કરી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નવા વાડજમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલ સામે આવેલા ભરવાડવાસમાં વિજય ભરવાડ પરિવારજનો સાથે વસવાટ કરે છે. એમના ઘરની સામે આવેલા એક ગલ્લા પર સંજય ભરવાડ, મહેશ ભરવાડ, અંકિત ભરવાડ, રોનક ભરવાડ, લલિત ભરવાડ, કાર્તિક ભરવાડ અને નરેશ ભરવાડ બેઠેલા હતા. અને ઊંચા અવાજે વાતો તેમજ ગાળાગાળી કરતા હોય, વિજયભાઈએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ આવતા, સંજય ભરવાડ અને વિજય ભરવાડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન સંજયના ભાઈ મુકેશે લોખંડની પાઇપ લઇ આવી બોલાચાલી અને ઝપાઝપી કરતા, વિજયના પરિવારજનો બહાર દોડી આવ્યા હતા. તેમજ સંજય સાથે બેઠેલા યુવકોએ મારામારી શરુ કરી હતી.

આ મારામારીમાં મહિલા સહીત ત્રણ જણને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસને જાણ થતા જ પોલીસ ટીમ ભારવાડવાસ પહોંચી ગઈ હતી. વાડજ પોલીસે આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.