તંત્રની બેદરકારી થી અને રોડ રસ્તાના નબળા કામોથી ક્યાંકને ક્યાંક લોકોને પરેશાનીઓ વેઠવી પડતી હોય છે ત્યારે ચલાલાથી અમરેલી જવાનો સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં હોવાથી અને ઉડતી ધૂળથી સ્થાનિક વેપારીઓ અને લોકોના સ્વાસ્થ્ય સુધીની હેરાનગતિ ભોગવી રહયા છે. ત્યારે મંતવ્ય ન્યુઝે લોકોની મુલાકાત લઈને તેમની વેદના જાણવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમ સ્થાનિક લોકોએ પોતાની રોડ અને રસ્તાને લઈને વેદનાઓ ઠાલવી હતી.
સ્ટેટ હાઇવે ચલાલા શહેર વચ્ચે થી પસાર થતો હાઇવે છે. આ સ્ટેટ હાઇવે પસાર થાય છે તેની આસપાસમાં પોતાની રોજી રોટી રડતા દુકાનદારો પોતાની દુકાન ચલાવે છે. જયારે અહીંના લોકલ વેપારિયો ઉડતીધૂળ થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
અહીં દુકાનો ધરાવતા વેપારીઓનું કહેવું છેકે, અહીં સ્ટેટ હાઇવે ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. વરસાદમાં અહીં પાણી પાણી ભરાય છે અને પાણી સુકાતા હવે ધૂળની ડમરીઓ ઉડે છે. આ ધૂળની ડમરીઓ એટલી ભયંકર છે કે, ડમરીઓથી આંખો પણ ખુલે નહીં તેવી ધૂળની ડમરીઓ છે.
આ જિલ્લાને જોડતો સ્ટેટ હાઇવે છે અને અહીંથી રોજબરોજ અસંખ્ય વાહનોની અવર જવર હોઈ છે…જે ખરાબ રસ્તાને લીધે ઉડતી ધૂળની ડમરીઓ લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો સાબિત થતો હોય છે ત્યારે આ રોડની કામગીરી યુદ્ધના ધોરણે કરવી એ જરૂરી છે પરંતુ આ કામગીરીઓ થશે ક્યારે તે આવનારો સમય બતાવશે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
