Stock Markets/ શેરબજારમાં નવી વિક્રમી સપાટીએ ઉછાળો, સેન્સેક્સ 70,804 અને નિફ્ટી 21,287ના સ્તર પર ખૂલ્યો

આજે સેન્સેક્સ અને નિફ્ટીએ નવા શિખરો પર શરૂઆત કરી છે. બેન્ક નિફ્ટી પણ નવા ઐતિહાસિક સ્તરે ખુલ્યો છે. ચૂંટણી પરિણામો બાદ શેરબજારમાં દરરોજ નવા રેકોર્ડ સ્તરો જોવા મળી રહ્યા છે.

Top Stories Business

શેરબજારમાં તોફાની ઉછાળો ચાલુ છે. દરરોજ નવા રેકોર્ડ સ્તરો જોવા મળી રહ્યા છે. આજે ફરીથી સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. નવી તેજીમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલવામાં સફળ રહ્યા છે.

BSE સેન્સેક્સ 289.93 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 70,804 ના સ્તર પર ખુલ્યો. જ્યારે NSE નો નિફ્ટી 104.75 પોઈન્ટ અથવા 0.49 ટકાના વધારા સાથે 21,287 પર ખુલ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં તેજી સાથે અને 6માં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. તેના ટોપ ગેઇનર્સમાં JSW સ્ટીલ 1.76 ટકા અને ઇન્ફોસિસ 1.67 ટકા ઉપર છે.

પ્રી-ઓપનિંગમાં માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 292.87 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 70807 ના સ્તર પર હતો. NSE નો નિફ્ટી 104.75 પોઈન્ટ્સ અથવા 0.49 ટકાના ઉછાળા સાથે 21287 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.

વર્ષ 2023માં ભારતીય શેરબજારમાં રોકાણકારોને વધુ લાભ થયો છે. ભારતીય શેરબજારમાં ટાટા ગ્રુપ, અદાણી, રિલાયન્સ અને બિરલા ગ્રુપની કંપનીઓ ઉપરાંત સરકારી ક્ષેત્રની કંપનીઓ જેવી કે ઊર્જા ક્ષેત્રના શેરો હોય કે સંરક્ષણ અથવા સરકારી ક્ષેત્રના બેંકિંગ શેરોના શેરથી  રોકાણકારોને વધુ લાભ થયો છે.

સરકારી ક્ષેત્રની કંપનીઓમાં ઊર્જા ક્ષેત્રનો REC સ્ટોક સૌથી મોટો મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. સરકારી કંપનીઓમાં 2022ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી PSE ઈન્ડેક્સ 4367 પોઈન્ટ પર બંધ થયો હતો. જે 14 ડિસેમ્બર 2023ના રોજ 7548 પોઈન્ટ પર બંધ થયો હતો. 2023માં આ ઇન્ડેક્સમાં લગભગ 73 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે કોરોના સમયગાળા પછીના ત્રણ વર્ષમાં આ સૂચકાંક 160 ટકા વધ્યો છે.

2023માં REC સ્ટોકમાં 280 ટકાનો ઉછાળો આવ્યો છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશનનો સ્ટોક પણ RECના પગલે ચાલતો જોવા મળી રહ્યો છે. આ શેરે 2023માં તેના રોકાણકારોને 275 ટકા વળતર આપ્યું છે. SJVN, જે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરનું ઉત્પાદન કરે છે, તે પણ મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે અને શેરે તેના રોકાણકારોને 2023 માં 185 ટકા વળતર આપ્યું છે. 2023 માં, IREDA એકમાત્ર સરકારી કંપની હતી જે IPO સાથે બહાર આવી હતી. શેર 29 નવેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો હતો અને માત્ર 13 દિવસના ટ્રેડિંગ સત્રમાં, શેરે તેના રોકાણકારોને 275 ટકા વળતર આપ્યું છે.