Stcok Market: આજે મંગળવારે (3 ઓગસ્ટ 2024) ભારતીય શેરબજાર (Stock Market) માં બંને સૂચકાંકો સપાટ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સપ્તાહના પ્રથમ દિવસે નવા ઉચ્ચ સ્તરનો રેકોર્ડ બનાવ્યા બાદ આજે મંગળવારે બજાર પર થોડું દબાણ જોવા મળી રહ્યું છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંનેની શરૂઆત લાલ રંગમાં નજીવા ઘટાડા સાથે થઈ હતી. NSE નિફ્ટી અને BSE સેન્સેક્સની શરૂઆત ધીમી રહી હતી.
શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 78.28 પોઈન્ટ ઘટીને 82,481.56 પર છે; જ્યારે નિફ્ટી 23.6 પોઈન્ટ ઘટીને 25,255.10 પોઈન્ટ પર પહોંચ્યો હતો. શ્રીરામ ફાઇનાન્સ, હિન્દાલ્કો, ITC, સન ફાર્મા અને ONGC નિફ્ટી 50 પર મહત્તમ નફા સાથે ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા. જ્યારે બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ આજે મહત્તમ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. રેકોર્ડ ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગ પણ બજારોમાં ઘટાડાનું મુખ્ય કારણ હતું. એશિયન બજારોમાં નબળા વલણને કારણે સ્થાનિક શેરબજારમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ શરૂઆતના કારોબારમાં નબળું રહ્યું હતું.
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, ICICI બેન્ક, ટેક મહિન્દ્રા અને ટાઇટનના શેરને સૌથી વધુ નુકસાન થયું હતું. ITC, સન ફાર્મા, હિંદુસ્તાન યુનિલિવર અને નેસ્લેના શેરમાં તેજી જોવા મળી હતી. એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાના કોસ્પી, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, જાપાનના નિક્કી-225 અને હોંગકોંગના હેંગ સેંગ સોમવારે (2 સપ્ટેમ્બર 2024) ‘લેબર ડે’ના અવસર પર બંધ હતા વાયદો 0.40 ટકા ઘટીને US$77.21 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સોમવારે મૂડીબજારમાં ખરીદદારો હતા અને તેમણે રૂ. 1,735.46 કરોડના શેરની ખરીદી કરી હતી.
આ પણ વાંચો:‘આશા છે કે અમને પણ મોદી જેવો નેતા મળશે’, પાકિસ્તાની-અમેરિકન અબજોપતિએ પીએમ મોદીના કર્યા વખાણ
આ પણ વાંચો:પીએમ મોદીના આશીર્વાદ લઈ રહેલ અબજોપતિને તમે ઓળખો છો?
આ પણ વાંચો:મુંબઈના ટ્રાફિકે ઉભી કરી મુશ્કેલી તો અબજોપતિ લોકલ ટ્રેનમાં દોડ્યા ઓફિસે