કોરોનાની ચાલ પાછલા લાંબા સમયથી વિશ્વભરમાં કોઇને સમજ આવી રહી ન હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. વિશ્વભરમાં કોરોના પોતાનો કહેર પાછલા કહી શકાય કે લગભગ પોણા વર્ષથી વરસાવી રહ્યો છે. ક્યારેક કહેવામાં આવે છે કે કોરોનાનો કહેર પરાકાષ્ટાએ છે, તો ક્યારેક સંભળાય છે કે, કોરોના મંદો પડી રહ્યો છે – કોરોનાની પકડ અને અસરો વિસરી રહી છે. સાથે જ થોડા દિવસમાં પરિસ્થિતિનો ચિતાર બદલાયેલો જોવામાં આવે છે. વિશ્વમાં પાછલા બે-ચાર દિવસોમાં કોરોના મંદો પડ્યો હોવાની હવા વચ્ચે UKમાં કોરોનાએ નવુ રુપ ધારણ કર્યાનું સામે આવી રહ્યું છે. વળી કોરોનાનાં ઓથારમાં લંડનમાં તો ફરી એક વખત લોકડાઉન લાગુ કરી દેવાની ફરજ પણ પડી છે.
વિશ્વમાં કોરોનાની સ્થિતિ
- વિશ્વમાં 24 કલાકમાં નવા 5.32 લાખ કેસ
- વિશ્વમાં કુલ કેસનો આંક 7.32 કરોડ પર
- અમેરિકામાં 24 કલાકમાં નવા 1.99 લાખ કેસ
- યુકેમાં 24 કલાકમાં નવા 20,263 કોરોના કેસ
- કોરોનાથી વિશ્વમાં 24 કલાકમાં 8 હજાર લોકોનાં મોત
વિશ્વમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 5.32 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. નવા નોંધાયેલા કેસની સાથે જ વિશ્વમાં અત્યાર સુધીમાં કુલ કોરોના સંક્રમણનો આંક 7.32 કરોડ પર પહોંચી ચૂક્યો છે. વિશ્વમાં સૌથી વધુ પ્રકોપ જ્યાં જોવામાં આવે છે તે, અમેરિકામાં 24 કલાકમાં નવા 1.99 લાખ નવા કેસ નોંધાયા છે. સામે યુકેમાં 24 કલાકમાં નવા 20,263 કોરોના કેસ નોંધવામાં આવ્યા છે. કોરોનાથી વિશ્વમાં 24 કલાકમાં 8 હજારથી વધુ લોકોનાં મોત નિપજ્યા છે, જે આંકડો થરથરાટી છુટાવતો છે.
લંડનમાં આજથી કડક લોકડાઉન
- લંડનમાં આજથી કડક લોકડાઉન
- સતત કેસો વધતાં તંત્ર તરફથી નિર્ણય
- યુકેમાં કોરોનાનાં નવા મ્યુટેશનથી ફફડાટ
- ટીયર-3 લેવલનાં કડક લોકડાઉનનો થશે અમલ
- સાઉથ ઇંગ્લેન્ડમાં સતત કેસો વધતાં વધી ચિંતા
કોરોનાનાં કહેર અને નવા રુપનાં જ્લવાનાં કારણે UK થથરી ઉઠ્યું છે. કાળમુખાનાં કારણે લંડનમાં આજથી ફરી એક વખત કડક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. કોરોનાનાં સતત વધી રહેલા કેસોનાં કારણે તંત્ર તરફથી નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. યુકેમાં કોરોનાનાં નવા મ્યુટેશનથી ફફડાટ જોવામાં આવ્યો છે. ટીયર-3 લેવલનાં કડક લોકડાઉનનો અમલ લંડનમાં શરુ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ ઇંગ્લેન્ડમાં કોરોનાનાં કેસમાં સતત વધરો ચિંતામાં પણ વધારો કરનારો જોવામાં આવી રહ્યો છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- દેશમાં કોરોનાનાં નવા 26 હજાર કેસ
- 24 કલાકમાં 33 હજાર દર્દી રિકવર કરાયા
- દેશમાં કુલ કેસનો આંક 1 કરોડને લગલોગ
- દેશમાં હાલ 3.30 લાખ કોરોના એકટિવ કેસ
- દેશમાં કોરોનાથી કુલ 1.44 લાખ લોકોનાં મોત
વિશ્વની સાપ્રાંત સરખામણીએ ભારતમાં કોરોના થોડો મંદો પડ્યો હોવાનું કહી શકાય તેવા આંકડા સામે આવી રહ્યા છે. પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં નવા 26 હજાર કેસ નોંધવામાં આવ્યા છે. નવા કેસની સામે પાછલા 24 કલાકમાં 33 હજાર કોરોનાનાં દર્દીઓએ રિકવરી કરી લીધી છે. ભારતનો રિકવરી રેટ વિશ્વમાં ઉચ્ચત્તમ કહી શકાય તેવો નોંધવામાં આવે છે. નવા સામે આવેલા કેસ બાદ દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસનો આંક 1 કરોડને લગલોગ પાર કરી ચૂક્યો છે. દેશમાં હાલ 3.30 લાખ કોરોના એકટિવ કેસ હોવાની વિગતો વિદિત છે. જો કે, ભારતમાં કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા અત્યાર સુધીમાં 1.44 લાખ પહોંચી ગઇ હોવાનું પણ નોંધનીય છે.
ગુજરાતનો કોરોના સંદર્ભ
- ગુજરાતમાં કોરોનાનાં નવા 1110 કેસ
- 24 કલાકમાં 1236 દર્દીઓ થયા સાજા
- 24 કલાકમાં 12,881 એકટિવ કેસ
- રાજ્યમાં કુલ કેસનો આંક 2.29 લાખ પર
- 24 કલાકમાં 11 લોકોનાં મોત
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ પાછલા દિવસોની સરખામણીએ ધણી કાબુમાં જોવામાં આવી રહી છે. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાનાં નવા 1110 કેસ નોંધવામાં આવ્યા છે. 24 કલાકમાં 1236 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 24 કલાકમાં 12,881 એકટિવ કેસ છે.
રાજ્યમાં કુલ કેસનો આંક 2.29 લાખ પર પહોંચ્યો છે. 24 કલાકમાં 11 લોકોનાં મોત થયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
